ETV Bharat / state

Mehsana Civil Hospitalમાં પાવતીમાં દાન શબ્દ ટેક્નિકલ ખામીથી રહી ગયો હોવાનો ખુલાસો - The word donation in the receipt

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનની ફી પેટે આપેલી પાવતીમાં દાન શબ્દ લખેલો હોવાથી તે વાયરલ થઈ હતી. જોકે પાવતીમાં આ દાન શબ્દ ટેક્નિકલ ખામીથી રહી ગયો હોવાનો ખુલાસો કરાયો છે.

Mehsana News
Mehsana News
author img

By

Published : Jun 20, 2021, 4:31 PM IST

  • મહેસાણા પંથકમાં ઇન્જેક્શનના પૈસા છતાં પાવતીમાં દાન પેટે લખેલી પાવતી વાયરલ થઈ હતી
  • સિવિલ સત્તાધીશોએ મામલો સામે આવતા ટેક્નિકલ ક્ષતિ હોવાનું જણાવી સુધારા માટે તૈયારી બતાવી
  • સિવિલમાંથી અપાયેલા ઇન્જેક્શનના પૈસા સરકારના નિયમ મુજબ લેવાયા છે : સુપ્રિટેન્ડેન્ટ

મહેસાણા : પંથકમાં કોરોનાની બીજી લહેર સમયે વિવિધ ઇન્જેક્શન માટે લોકોની દોડભાગ જોવા મળતી હતી. ત્યાં આ ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલથી ઉપલબ્દ્ધ થતા દર્દીઓ અને તેમના સગાઓ માટે ઇન્જેક્શન મેળવવા સાનુકૂળતા રહી હતી, પરંતુ રવિવારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી રાહત દરે આપવામાં આવેલા કેટલાક ઇન્જેક્શનના પૈસા લીધા બાદ તેની પાવતીમાં દાન પેટે નાણાં લેવાયા હોવાનો ઉલ્લેખ કરેલી એક પાવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે Etv Bharatની ટીમ દ્વારા આ વાયરલ પાવતી મામલે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને પૂછતાં તેઓએ આ પાવતીનો ઈશ્યુ તાજેતરમાં જાણ થતાં જ તપાસ કરી છે. જેમાં ટેક્નિકલ કારણોસર દાન શબ્દ પાવતીમાં રહી ગયો છે, પરંતુ આ બાબતે કોઈ અરજદાર સામે નથી આવ્યા અને આવશે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ઇન્જેક્શન પેટે લેવાયેલી રકમ સરકારના નિયમ મુજબ લેવામાં આવી છે, પરંતુ પાવતીમાં દાન શબ્દ ટેક્નિકલ કારણસર રહી ગયો હોવાનું જણાવ્યું છે.

Mehsana Civil Hospitalમાં પાવતીમાં દાન શબ્દ ટેક્નિકલ ખામીથી રહી ગયો હોવાનો ખુલાસો

આ પણ વાંચો : રાજ્યમાં પ્રથમ મહેસાણા સિવિલમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટ મશીન કાર્યરત કરાયું

પાવતી મામલે કોઇ અરજદાર કે સમસ્યાથી પીડિત વ્યક્તિ સામે આવી ન હતી

બીજી તરફ Etv Bharat દ્વારા પણ તપાસ કરતા વાયરલ પાવતી મામલે કોઇ અરજદાર કે સમસ્યાથી પીડિત વ્યક્તિ સામે આવી ન હતી, ત્યારે આ પાવતી વાયરલ કરવા પાછળનો કોઈનો હેતુ શું હોઈ શકે તે સ્પષ્ટ નથી થયું. આ સાથે અધિકારીના જણાવ્યા અનુસાર પાવતીમાં દાન શબ્દ ટેક્નિકલ કારણસર રહી ગયો છે, પરંતુ પાવતી અને સરકારના નિયમ મુજબ જ ફી લેવામાં આવી છે.

પાવતીમાં દાન શબ્દ ટેક્નિકલ ખામીથી રહી ગયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.