- મહેસાણામાં જૂની અદાવતને લઈને એક શખ્સ પર બે ઈસમોએ કર્યો ઘાતકી હુમલો
- મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી સર્વમંગલમ્ સોસાયટીના શખ્સ પર હુમલો
- બે હુમલાખોર ઈકો ગાડીમાં આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી
- બોલાચાલી બાદ સ્થિતિ વણસી જતા હુમલાખોરોએ ધારિયાથી કર્યો હુમલો
- હુમલાખોરો ફરિયાદીને જૂની અદાવત મુદ્દે સમાધાન કરવા દબાણ કરતા હતા
મહેસાણાઃ પરા વિસ્તારની લાઈબ્રેરી પાસે આવેલી સર્વ મંગલમ્ સોસાયટીમાં રહેતા કમલેશ ઠાકોર નામના વ્યક્તિ પર બે શખ્સે ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલાખોર ઈકો ગાડીમાં આવ્યા હતા. બંને હુમલાખોરે કમલેશ સાથે બોલાચાલી કરી તેની પર ધારિયા વડે હુમલો કર્યો હતો. આથી કમલેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો.
અગાઉ કોઈ કેસના સમાધાન મામલે ઘાતકી હુમલો કરાયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં ભોગ બનનાર કમલેશ ઠાકોરને અન્ય બે શખ્સ સાથે અગાઉના કોઈ કેસ અંગે સમાધાન મામલે રકઝક હતી, જેમાં આવેશમાં આવેલા મેહુલ અને સની નામના શખ્સે કમલેશ ઠાકોરના ઘરે આવી ઘાતકી હુમલો કર્યો હતો. આથી કમલેશ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. જોકે ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરી ભોગ બનનારનું નિવેદન લઈ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.