મહેસાણા તાલુકામાં અનેક ગામો પાસે અવાવરું જગ્યા અને ઓવર બ્રિજ આવેલા છે. જ્યાંથી અવાર-નવાર ચોકવાનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમ વધુ એક કિસ્સો તાલુકાના છઠિયારડા ગામ નજીક આવેલ ઓવર બ્રિજ નીચેથી સામે આવ્યો છે. ઓવર બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકની લાશ રાહદારીને નજરે પડી હતી. જેની જાણ પોલીસને કરાતા પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે આવી મૃતક યુવકનું નિરીક્ષણ કરતા શરીર પર માથાના પાછળ, ચહેરા પર અને પગ પરથી ઈજાઓ થયેલી હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કરી આખરે યુવકનું મોત 30 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પટકાતા થયું છે કે, કોઈ અન્ય રહસ્ય જોડાયેલું છે. તેને જાણવા મૃતકનું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વીડિયો ગ્રાફી સાથે પેનલ પોસમોર્ટમ કરાવી મૃતદેહ માંથી લેવામાં આવેલ વિશેરા ફોરેન્સિક તપાસ માટે મોકલીને સ્થાનિક પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
જો કે મૃતક અજાણ્યો યુવક કોણ છે અને તેની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસ કોઈ ચોક્કસ તારણ તારવી શકી નથી. ઘટના સ્થળે લાશને જોતા હત્યા કરી લાશ બ્રિજ નીચે ફેંકી દીધી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.