ETV Bharat / state

માઁ બહુચરાજી અમુલ્ય હાર પહેરી પાલખીમાં સવાર થઇ નીકળે છે નગરચર્યાએ - માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા

બેચરાજીઃ હાલ સમગ્ર દેશ તહેવાર માણવામાં વ્યસ્ત છે, ત્યારે દશેરાના દિવસે ભક્તો દ્વારા માઁ અંબાની હોંશે હોંશે આરાધના કરવામાં આવી હતી. છેલ્લા નવ દિવસોથી માતાની પૂજા-અર્ચના કર્યા બાદ દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે બહુચરાજી મંદિરથી માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી અને આ પાલખી યાત્રાની ખાસિયત એ છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવે છે. એટલું જ નહીં વર્ષમાં આજના એક જ દિવસે માતાજીને ગાયકવાડના સમયનો નવલખો હાર પણ પહેરાવવામાં આવે છે.

માઁ બહુચરાજી અમુલ્ય હાર પહેરી પાલખીમાં સવાર થઇ નીકળે છે નગરચર્યાએ
author img

By

Published : Oct 9, 2019, 4:46 PM IST

બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં માતાજીને નવિનતમ આભુષણ પહેરાવાની પ્રાણાલી ગાયકવાડ સમયથી ચાલી આવી છે. ખાસ દશેરાના દિવસે માઁને તમામ આભુષણો સાથે શણગાર કરવામાં આવે છે અને આ નવલખા હાર સાથે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ નવલખો હારની અંદાજીત કિંમત 300 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. આ હાર સલામતીના કારણે વર્ષ દરમિયાન માતાજીના અલંકારોથી બાકાત રહે છે અને માત્ર દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દશેરાના દિવસે રેલી કાઢવામાં આવે છે.

માઁ બહુચરાજી અમુલ્ય હાર પહેરી પાલખીમાં સવાર થઇ નીકળે છે નગરચર્યાએ

આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે તેને જોતા તે સામાન્ય જ લાગે પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીકથી જોવામાં આવે ત્યારે તેની સુંદરતા કંઇક અલગ જ લાગે છે. કહેવાય છે કે, આ હાર માનાજીરાવ ગાયકવાડે વર્ષ 1839માં માતાજીને ભેટમાં આપ્યો હતો અને બસ ત્યારથી જ આ હારને દશેરાના દિવસે માતાજીનો શણગાર કરવામાં આવે છે અને હજારો ભક્તો માતાના દર્શને આવીને ધન્યતા અનુભવે છે.

Intro:બેચરાજી ટેમ્પલ ખાતે અમૂલ્ય હાર પહેરી માતાજી પાલખીમાં સવાર થઈ નગરચર્યા કરીBody:- બહુચરાજી માતાજીનો અનોખો નવલખો હાર

- નવલખો હાર હાલમાં બન્યો અમુલ્ય

- કરોડોની કિંમતનો છે નવલખો હાર

- પોલીસની સુરક્ષા વચ્ચે વર્ષમાં એક જ વાર બહાર કઢાય છે હાર

- માનાજીરાવ ગાયકવાડે ૧૮૩૯ માં માતાજીને હાર ભેટ ધર્યો હતો

- એ વખતે નવલખો હાર અત્યારે બન્યો અમુલ્ય

- અત્યારે અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ કિંમત છે હારની

દશેરાના દિવસે બહુચરાજી મંદિરે થી માં બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયત એ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રણાલી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ મંદિર યથાવત રાખી છે.

ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા ૩૦૦ કરોડને આંબી ગઇ છે. આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં જડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણે આ હારને આખુ વર્ષ મંદિર સલામત સ્થળે રાખે છે. અને દશેરાના દિવસે જ મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હારને માતાજીના શણગારમાં લેવાય છે. જો કે, આવનાર લોકો આ હાર જોઇને ખુશી અને ધન્યતા અનુભવે છે. અને જયારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે ત્યારે માતાજીને અપાતું ગાર્ડ ઓફ ઓનરનો સમય એ અનોખી ક્ષણ બની જાય છે.
આમ તો દેવ દેવીના ચરણે ભેટ ધરાવવાની પ્રલાણી વર્ષોથી ચાલી આવે છે. પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પ્રાપ્ત કરનાર આ એક માત્ર મંદિર છે. અને આ જ કારણે બેચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઇ છે.Conclusion:બાઈટ - કે સી જાની, નાયબ વહીવટદાર - બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ

રોનક પંચાલ, ઈટીવી ભારત , બેચરાજી-મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.