ETV Bharat / state

વિસનગરમાં થયેલી છેતરપીંડીના તાર છેક નાઈઝીરીયામાં મળ્યા, વિદેશી ટોળકીએ લાખો રૂપિયા લૂંટી લીધા

author img

By

Published : Jul 15, 2019, 9:57 PM IST

મહેસાણાઃ જિલ્લાના વિસનગરના એક નિવૃત સરકારી કર્મચારી સાથે 75 લાખની છેતરપિંડીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મહેસાણા સાયબર ક્રાઈમ સેલ અને વિસનગર શહેર પોલીસની સંયુક્ત તપાસમાં છેતરપિંડીના તાર નાઈજેરીયા સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

MSN

વિસનગરમાં રહેતા એક નિવૃત સરકારી અધિકારી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી વિશ્વાસ જીતી એક ઠગબાજ ટોળકી દ્વારા CBIની ઓળખ આપી જુદા-જુદા એકાઉન્ટમાં 75 લાખ 60 હજાર જેટલી મત્તા ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી લૂંટી લેતા સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ભારત માંથી ભારતીયને ઠગતી નાયજીરિયન ગેંગ ઝડપાઇ

જેને પગલે મહેસાણા સાયબર ક્રાઈમ સેલ અને વિસનગર શહેર પોલીસે સઘન તપાસ હાથ ધરતા લાખોની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થવા મામલે તપાસનો છેડો દિલ્હી સુધી લંબાયો હતો. જેને પગલે દિલ્હીમાં આવેલા ઈ-કોમર્સ સાયબર સોલ્યુશન પોઇન્ટમાંથી નાણાં સ્વાઈપ થયાનું સામે આવ્યું હતું .સાથે જ આસપાસની દુકાનોના સ્વાઈપ મશીનમાંથી પણ સ્વાઈપ કરી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ પોલીસે સ્થળ પરથી દિલ્હી પોલીસની મદદ દ્વારા બે નાઈઝીરીયન અને એક મહિલા સહિત 5 ઠગબાજોને ઓનલાઈન ઠગબાજીના કાળા કારોબારમાં ઝડપી લીધા છે.

દિલ્લીમાં ઠગબાજો દ્વારા જે POS મશીનથી પૈસા ટ્રાન્સફર કરાતા તેં શોધી કાઢવામાં આવ્યું છે, જેના આધારે એવી હકીકત સામે આવી કે ઠગબાજો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા ઠગબાજીનો એવો કીમિયો અપનાવતા કે કોઈ તેમને પકડી ન શકે. જે માટે તો બેન્કમાંથી કોઈ KYC વગર POS મશીન ઉપયોગ કરતા અને બાદમાં ATMથી તે જ પૈસા પોતે ઉઠાવી લેતા આમ પોલીસે 5 ઠગબાજો સાથે POS મશીન , ડમી સીમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

મહેસાણા પોલીસ દ્વારા ભોગ બનનારના રૂપિયા હજુ સુધી પરત લાવી શકી નથી. ત્યારે ગુનો માત્ર ડિટેક્શનથી જ અટકશે કે ફરિયાદીને તેના રૂપિયા પણ પરત મળશે. તે જોવું રહ્યું.

Intro:ભારત માંથી ભારતીયને ઠગતી નાયજેરિયન ગેંગ ઝડપાઇ, વિસનગરના નિવૃત અધિકારીના 75 લાખની ઠગાઈનો મામલો

વિસનગરના એક નિવૃત સરકારી કર્મચારી એવા ધરોઇના પૂર્વ અધિકારી સાથે 57 લાખની છેતરપિંડીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે મહેસાણા સાયબર ક્રાઈમ સેલ અને વિસનગર શહેર પોલીસની સઁયુક્ત તપાસમાં છેતરપિંડીના તાર નાયજેરિયન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે જોઈ એ છેતરપિંડીનું ષડયંત્ર...

વિસનગરમાં રહેતા એક નિવૃત સરકારી અધિકારી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી વિશ્વાસ જીતી એક ઠગબાજ ટોળકી દ્વારા CBIની ઓળખ આપી જુદા જુદા એકાઉન્ટ માં 75 લાખ 60 હજાર જેટલી મત્તા ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી તફળવી લેતા સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જેને પગલે મહેસાણા સાયબર ક્રાઈમ સેલ અને વિસનગર શહેર પોલીસે સઘન તપાસ હાથ ધરતા લાખ્ખોની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થવા મામલે તપાસનો છેડો દિલ્લી સુધી લંબાયો હતો જેને પગલે દિલ્લીમાં આવેલ ઇ કોમર્શ સાયબર સોલ્યુશન પોઇન્ટ માંથી નાણાં સ્વાઈપ થયાનું સામે આવ્યું હતું સાથે જ આસપાસની દુકાનોના સ્વાઈપ મશીન માંથી પણ સ્વાઈપ કરી પૈસા ટ્રાન્સફર કરાયા હતા આમ પોલીસે સ્થળ પર થી દિલ્લી પોલીસની મદદ દ્વારા બે નાયઝેરીયન અને એક મહિલા સહિત 5 ઠગબાજોને ઓનલાઈન ઠગબાજીના કાળા કારોબારમાં ઝડપી લીધા છે

આ ઠગબાજ ટોળકી દ્વારા વિસનગરના નિવૃત અધિકારીને સાથે સોસીયલ મીડિયા દ્વારા સબંધ કેળવી વિશ્વાસ જતાવી થોડા સમયમાં જ પોતાનો રંગ બદલી દીધો હતો જેમાં ભોગબનનારને તેમની કિંમતી વસ્તુનું પાર્સલ આવ્યું છે જેને છોડાવવા પૈસા ની માંગણી સાથે CBI અને RBIના નામે ફંડ માનગવામાં આવ્યું ત્યાં ગભરાયેલા ફરિયાદીએ ઠગબજોના જણાવ્યા મુજબ જુદા જુદા એકાઉન્ટમાં પોતાના લાખ્ખો રૂપિયા જમા કરાવ્યા ત્યારે અંતે ફરિયાદીને પોતે 75 લાખની મતાબર રકમ ગુમાવ્યાનુ ભાન થયું અને ફરિયાદ નોંધાવી કે પોલીસે ઠગબજોને શોધવા અનેક સાયબર ટેક્નિક અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની મદદ લઈ દિલ્લીમાં ઠગબાજો દ્વારા જે POS મશીન થી પૈસા ટ્રાન્સફર કરાતા તેં શોધી કાઢવામાં આવ્યું જેના આધારે એવી હક્કીક્ત સમયે આવિ કે ઠગબાજો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા ઠગબાજીનો એવો કીમિયો અપનાવતા કે કોઈ તેમને પકડી ન શકે જે માટે તો બેન્ક માંથી કોઈ KYC વગર POS મશીન ઉપયોગ કરતા અને બાદમાં ATM થી તે જ પૈસા પોતે ઉઠાવી લેતા આમ પોલીસે 5 ઠગબાજો સાથે POS મશીન , ડમી સીમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે તો મહેસાણા પોલીસ દ્વારા ભોગબનનાર રૂપિયા હજુ સુધી પરત લાવી શકી નથી ત્યારે ગુન્હો માત્ર ડિટેક્શન થી જ અટકશે કે ફરિયાદીને તેના રૂપિયા પણ પરત મળશે તે જોવું રહ્યું

બાઈટ 01 : નિલેશ જાજડિયા, DSP , મહેસાણા

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણાBody:....Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.