ETV Bharat / state

મહેસાણામાં કોરોના રસીકરણની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી નવરાત્રી સ્થળે 1594 લોકોને કોરોનાની રસી અપાઈ - મહેસાણા કોરોના વેકસીનેશન

મહેસાણા જિલ્લામાં કોરોના રસીકરણની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરના જુદા જુદા નવરાત્રી સ્થળોએ જઈને કોરોના વેકસીનેશન ન લેનાર લોકો ને રસી આપવામં આવી છે. શહેરમાં 1,594 લોકોને રસી આપવામાં આવી છે, જિલ્લામાં 80.1 ટકા લોકોએ પ્રથમ અને 55.1 ટકા લોકોએ બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મહેસાણામાં કોરોના રસીકરણની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી નવરાત્રી સ્થળે 1594 લોકોને કોરોનાની રસી અપાઈ

author img

By

Published : Oct 12, 2021, 6:26 PM IST

  • મહેસાણા વેકસીનેશન મેગાડ્રાઇવ યોજવામાં આવી
  • આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશનને વેગ આપવા સતત પ્રયત્ન
  • મેગાડ્રાઇવમાં રાત્રી દરમિયાન નવરાત્રી આયોજન સ્થળોએ રસીકરણ

મહેસાણાઃ જિલ્લામાં કોરોના સામેની લડતમાં વેકસીનેશન મેગાડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નવરાત્રી સ્થળો પર રસીકરણ કાર્યક્રમ આયોજિત કરતા રાત્રીના સમયે 1,594 લોકોને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 80.1 ટકા લોકોએ પ્રથમ અને 55.1 ટકા લોકોએ દ્વિતીય ડોઝ લીધો છે જ્યારે પ્રથમ ડોઝ લીધે 84 દિવસ થવા છતાં 34.9 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ લીધેલ નથી.

કોરોના સામેની લડતમાં આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશનને વેગ

જિલ્લામાં કોરોના સામેની લડતમાં આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશનને વેગ આપવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વેકસીનેશન કામગીરીમાં જિલ્લામાં કુલ 20.35 લાખની વસ્તી સામે 16.68 લાખ લોકોને રસી આપવાના લક્ષાંક સામે 13.37 લાખ લોકોને પ્રથમ અને 7.36 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રથમ ડોઝમાં 80.1 ટકા અને બીજા ડોઝમાં 55.1 ટકા રસીકરણ પૂર્ણ થયું છે.

રાત્રી દરમિયાન નવરાત્રી આયોજન સ્થળોએ રસીકરણ

જિલ્લામાં પ્રથમ ડોઝ લેનાર કુલ 27,668 લોકો એટલેકે 34.9 ટકા લોકોએ 84 દિવસ વીતવા છતાં રસીનો બીજો ડોઝ લેધેલ નથી. તજેતરમાં રવિવારે યોજાયેલ મેગાડ્રાઇવમાં રાત્રી દરમિયાન નવરાત્રી આયોજન સ્થળોએ રસીકરણ કરવામાં આવતા 1,594 લોકોએ રસી લીધેલ છે. હેલ્થ કેર અને ફ્રન્ટ લાઇન વર્કરમાં કુલ 9,731 લોકોને બીજો ડોઝ લેવાનો બાકી

હેલ્થ કેર વર્કરમાં 14,457 લોકોએ પ્રથમ અને 11,810 લોકોએ બીજો ડોઝ

જિલ્લામાં હેલ્થ કેર વર્કરમાં 14,457 લોકોએ પ્રથમ અને 11,810 લોકોએ બીજો ડોઝ લીધેલ છે જેમાં 2,630 લોકો આરોગ્ય કર્મી હોવા છતાં રસીનો બીજો ડોઝ લીધો નથી. તો ફ્રન્ટ લાઇન વર્કરમાં 21,951 લોકોએ પ્રથમ અને 14,843 લોકોએ બીજો ડોઝ લીધેલ છે, જેમાં 7101 લોકોને બીજો ડોઝ બાકી છે આમ કુલ 9,731 લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં પાકરક્ષણ, સ્વરક્ષણ અને સંસ્થાકીય રક્ષણ માટેના હથિયાર રાખવાની મંજૂરી

આ પણ વાંચોઃ High Court એ કરી AMC સામે લાલ આંખઃ શું દર વર્ષે બિસ્માર રસ્તાઓના કારણે લોકો હેરાન થયાં કરે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.