- મહેસાણા જિલ્લામાં આજે વધુ 5 જગ્યાએ કોરોના રસીકરણ શરૂ
- આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી
- જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તમામ જગ્યાએ નિરીક્ષણ કરવામાં આવ્યું
- જિલ્લામાં આત્યાર સુધી કોઈ લોકોને રસીની આડઅસર થઈ નથી
- ખાનગી ક્ષેત્રના ડૉક્ટરો અને અન્ય સ્ટાફે પણ વેક્સિન લીધી
મહેસાણાઃ જિલ્લામાં કોરોના વેક્સિનના 18000 જથ્થા સામે 15000 ઉપરાંત હેલ્થ કર્મીઓ અને લાભાર્થીઓને રસીકરણ માટેનું કાર્ય હાથ ધરાયું છે, ત્યારે આજે જિલ્લામાં વધુ 5 સેન્ટરો પર રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાનગી ક્ષેત્રના તબીબો અને આરીગય સેવા સાથે જોડાયેલા લોકોએ રસી લઈ પોતાનો સકારાત્મક અનુભવ વ્યક્ત કર્યો હતો.
જિલ્લામાં આત્યાર સુધી કોઈને રસીની આડઅસર થઈ નથી
મહેસાણા જિલ્લામાં વધુ 5 સેન્ટરો પર રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 500 જેટલા લોકોએ આ રસી લીધી હતી. જેમાંથી કોઈ એક વ્યક્તિને પણ રસીની આડ અસર જોવા નથી મળી તો બીજી તરફ આજે વધુ પાંચ સ્થળોએ રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે અને એક અંદાજ પ્રમાણે આજે વધુ 500 લોકો આ રસી લેશે. જેમના પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે અને કોઈ આડઅસર જોવા મળશે તો તાત્કાલિક સારવાર માટે પણ આરોગ્ય વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે.