મહેસાણાઃ હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની દેહશત વચ્ચે મહેસાણા જિલ્લા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લામાં વધુ 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 4 થયો છે.
મહેસાણા જિલ્લામાં કોરોના વાઇરસની તકેદારીના ભાગ રૂપે તંત્ર ખડે પગે છે. છતાં જનસંપર્કથી વિજાપુર અને કડીના બે પુરુષ દર્દીને કોરોના વાઇરસની અસર વર્તાઈ હતી. જોકે તાજેતરમાં મહેસાણા જિલ્લાના સતલાસણા અને વડનગર ખાતે બે વધુ લોકો કોરોના વાઇરસના સંક્રમણમાં આવ્યા છે. જેને લઇ હાલ જિલ્લામાં કુલ 4 દર્દીના પોઝિટિવ કેસ આરોગ્ય દફતરે નોંધાયા છે.

જ્યાં તેમની કોરોના સામેની જરૂરી પ્રાથમિક સારવાર પણ આરંભી દેવાઈ છે. હાલમાં મહેસાણા જિલ્લામાં એક સાથે બે પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 4 પોઝિટિવ કેસ થતાં આરોગ્ય વિભાગ સહિત તંત્ર હતકટમાં આવી ગયું છે અને બન્ને દર્દીઓના સંપર્ક આવેલા લોકો કે તેમના વિસ્તારને સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યા છે.