મહેસાણાઃ જિલ્લાના મોલીપુર ગામની 30 વર્ષીય કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ વડનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જોકે વડનગર સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફ માટે પડકારરૂપ ટ્વીન્સ ડિલિવરી કેસ ભારે મહેનત અને સાહસ બાદ આખરે સફળ રહ્યો છે, પરંતુ હાલમાં બન્ને બાળકો કોરોનાગ્રસ્ત થયા છે.
મહેસાણા જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને પગલે સત દિવસ પહેલા વડનગર તાલુકાના મોલીપુર ગામની એક 30 વર્ષીય કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાને વડનગરની અદ્યતન સરકારી મેડિકલ હોસ્પિટલના કોવિડ-19 વિભાગમાં આઇસોલેટ હોવાની સાથે પોતે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, છતાં પણ કોરોના મામલે બન્ને શિશુના ગત સોમવારે સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ કરવામાં આવતા બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
બાળકી કોરોનામુક્ત રહી હતી, પરંતુ આજે 7 દિવસ બાદ બીજીવાર લેવામાં આવેલા સેમ્પલમાં બાળકી પણ કોરોનાગ્રસ્ત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આમ બન્ને 7 દિવસના બાળકો અને તેની માતા હાલમાં કોરોનાગ્રસ્ત હોવાથી વડનગરની મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.