મહેસાણાઃ જિલ્લામાં કોરોના ફેઝ 3ની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે સતત રાજયમાં આરોગ્યપ્રધાન તરીકે મહેસાણાનું પ્રતિનિધિત્વ રહેલું છે. કોરોના કાળના કપરા સમયમાં જિલ્લા આરોગ્ય વિભાગની સતત કામગીરી વચ્ચે પણ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે એક જ દિવસમાં 9 જેટલા નવા કેસો સામે આવ્યા છે. જેને કારણે જિલ્લામાં કોરોના પોઝિટિવ એક્ટિવ કેસનો અંક 17 થયો છે. ફરી એકવાર જિલ્લામાં કોરોના માથું ઊંચકી (Corona Cases Hike in Mehsana) રહ્યો છે તેમ કહી શકાય.
આજે આવેલ પોઝિટિવ કેસની વિગત
(૧) કડી-3,પુ.-1(USA), સ્ત્રી-2
(૨) દગાલા-1 ,વિસનગર, પુરુષ
(૩) પુરુષ -5, માલ ગોડાઉન(કેનેડા),નાગલપુર,ટીબી રોડ,મોઢેરા રોડ,ONGC કોલોની
આ પણ વાંચોઃ Gujarat Omicron case: મહેસાણામાં ઓમિક્રોનના કેસમાં વધારો
2910 જેટલા સેમ્પલ લેવાયાં હતાં
મહેસાણા જિલ્લામાં ગત રોજ લેવામાં આવેલ 2910 જેટલા સેમ્પલનો રિપોર્ટ આવતા 9 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે પોઝિટિવ રિપોર્ટ આવેલ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે આજે વધુ 2837 સેમ્પલ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.
મોટાભાગના કેસોમાં વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી
મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ આવતા મોટાભાગના દર્દીઓની વિદેશ ટ્રાવેલ્સ હિસ્ટ્રી (Corona patient with travel history) સામે આવી છે. મથકે મહેસાણા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ગંભીર પ્રકારે શરૂઆત (Corona Cases Hike in Mehsana) થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં વિદેશથી આવેલા લોકો કોરોના સંક્રમિત સામે આવે છે અને તેમના સંપર્કમાં આવેલા અન્ય નાગરિકો પણ સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
સંક્રમિતોની સારવાર શરુ કરાઇ
જો કે આ વચ્ચે પણ મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ફરી એકવાર (Corona Cases Hike in Mehsana) સંક્રમણને અટકાવવાની સઘન ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તમામ સંક્રમિતોને ગાઇડલાઇન મુજબ સારવાર આપવામાં આવી રહી છે.