મહેસાણાઃ વિસનગર APMCમાં ભાજપના જ ડિરેક્ટર્સ વચ્ચે ખટરાગ સર્જાયો હોવાનો કિસ્સો ચર્ચામાં હતો. જો કે, આજે APMCની ચાર વર્ષની ટર્મ પૂરી થવાના આરે છે, ત્યારે ભાજપના APMC ચેરમેન ઋષિકેશ પટેલ અને અન્ય ડિરેકટર પ્રકાશ પટેલના જૂથ દ્વારા પોતાના મતદારો વધારવાની રાજકીય ઓપથી પરોક્ષ રીતેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
14 માર્ચે APMCના વેપારીઓના નવા લાયસન્સ અને રિન્યુઅલ લાયસન્સ માટેની મંજૂરીઓ આપવા બેઠક બોલાવાઈ છે, ત્યારે આજે APMCમાં લાયસન્સના ફોર્મ આપનાર કર્મચારી અને સેક્રેટરી રિપોર્ટ આધારે રજા પર ઉતરી જતા 40 થી 50 જેટલા વેપારીઓને લાયસન્સના ફોર્મ મળી શક્યા નથી.
આ રીતે ફોર્મ ન મળે તે માટે ચેરમેન દ્વારા રાજકીય સડયંત્ર રચાયું હોવાનું ડિરેકટર પ્રકાશ પટેલ જૂથના વેપારીઓ અને ડિરેક્ટર્સ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ આવતી કાલે મળનાર લાયસન્સ મંજૂરીની સભામાં ખોટા વેપારીઓને લાયસન્સ આપવાના આરોપ સાથે બેઠક મુલતવી રાખવાની અરજી જિલ્લા રાજીસ્ટારને કરવામાં આવી છે, ત્યારે વિસનગર APMCમાં ગેરરીતિથી વેપારીઓના મત ઉભા કરવા પાછળ કરાયેલા ષડયંત્રના કારણે રાજકારણ ગરમાયું છે.