મહેસાણામાં કોંગ્રેસનો ઘટતો પ્રભાવ અને આવનારી વિધાન સભાની પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઇ ખેરાલુમાં કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં ઊંઝાની બેઠકને ગુમાવવાથી લઈ સ્થાનિકોની માગ અંગેની વિવિધ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ હાજરી આપી હતી.
ઑક્ટોમ્બર મહિનામાં આવનાર ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા કાર્યકર્તાઓેને સંકલ્પ લેવડાવ્યો હતો. સાથે જ સરકાર સામે ખેડૂતો વિદ્યાર્થીઓ અને નાગરિકોની પાણી, શિક્ષણ અને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી હોવાનો દાવો કરતાં પોતાના કાર્યકર્તાને ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત મેળવવા અપીલ કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકર્તાઓના નિષ્ક્રિય વલણના કારણે કોંગ્રેસને બેઠકોમાં થયેલાં નુકસાન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સંગઠનમાં સુધારો લાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓને જરૂરી સૂચનો કર્યો હતા. આમ, ખેરાલુ બેઠક જીતવા માટે વિવિધ રણનિતી ઘડીને સંગઠનમાં પ્રાણ પૂરવાના આશયથી યાજોયેલી આ બેઠકમાં અમિત ચાવડાએ મહત્વ ચર્ચા કરી હતી.