- ઘાઘરેટ ગામ પણ વાયરસના સંક્રમણનો ભોગ બન્યું
- એક દિવસમાં 42 લોકો સંક્રમિત થયા
- 3000ની વસ્તી ધરાવતા ગામમાં 3 લોકોને મોત થયા
મહેસાણા : કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે ઘાઘરેટ ગામ પણ આ વાયરસના સંક્રમણનો ભોગ બન્યું હતું. ગામમાં બીજી લહેર દરમિયાન લગભગ 71 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજ ગામમાં હડકંપ તો ત્યારે મચી હતી. જ્યારે એક જ દિવસમાં 42 જેટલા લોકો સંક્રમિત થયા હતા. કોરોનાની સારવાર માટે પણ ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી. પરંતુ ગામમાં જ આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ હોવાથી દર્દીઓને હોમ આઇસોલેટ કે કોવિડ સનેટરમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન 3 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. તો 6 વૃદ્ધ લોકો કોઈ કુદરતી કારણોસર મોત થાયની માહિતી સામે આવી છે.
મહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામ આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે ટેટોડા ગૌશાળા ખાતે ચાલુ કરાયો અનોખો આઇસોલેશન વોર્ડમહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામ દર્દીની સ્થિતિ ગંભીર થતા સારવાર માટે જગ્યાનો અભાવ હોવાથી દર્દીનું મોતઘાઘરેટ ગામ આમતો સામુહિક ભાવના ધરાવતું ગામ છે. જ્યાં તકલીફ ભલે કોઈ એકને હોય પરંતુ ચિંતા ગામના મોટાભાગના લોકોને થાય છે. ત્યારે ગામમાં 71 પૈકી કેટલાક દર્દીઓ કોરોનાને લઈ ગંભીર સ્થિતિમાં આવી જતા વધુ સારવાર માટે હોસ્પિટલાઈઝ કરવાની જરૂર વર્તાઈ હતી. ત્યાં ક્યાંક જગ્યા મળતી હતી તો ક્યાંક જિલ્લામાં જગ્યા ન મળતા અન્ય જિલ્લામાં દર્દીઓને લઈ જઈ સારવાર કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એકાદ દર્દીને તેમની સ્થિતિ ગંભીર થતા વધુ સારવાર માટે જગ્યાનો અભાવ હોવાથી ક્યાંય જગ્યા ન મળતા તે દર્દીનું મોત થયું હતું.
મહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામ ગામમાં 2 પોઝિટિવ કેસ છેગામમાં સ્નેહીજનો માટે પહેલા દોડી આવવું તેવો ભાવ હોવાથી કોઈ દર્દી કોરોનાથી સંક્રમિત થાય ત્યારે તેને સારવાર અપાવવાથી લઈને સ્વસ્થ કરી ઘરે પાછું લાવવા માટે તે દર્દીના સ્નેહીજન બને તેટલું દર્દીની સારવારમાં જોડાયેલા રહેતા હતા. ક્યાંક જોડે રહેલા વ્યક્તિઓ પણ કોરોના સંક્રમિત થયા હતા અને ગામમાં સંક્રમણ વધતું જોવા મળ્યું હતું. પરંતુ સમય જતાં હાલ ગામમાં માંડ 2 જેટલા કેસ પોઝિટિવ રહ્યા છે.
મહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામ આ પણ વાંચો : વડોદરામાં કોરોનાગ્રસ્ત શંકાસ્પદ વૃદ્ધાનું ગોત્રી આઈસોલેશન વોર્ડમાં મોતમહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામ ગામના લોકો પરિસ્થિતિનો દોષ કોઈના પર આપવા નથી માંગતાકોરોના સમયે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. મેડિકલ સ્ટાફ અને બેડની સંખ્યા પણ ખૂટી પડી છે. તેવી પરિસ્થિતિમાં શહેરો કરતા ગામડાના નાગરિકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હોય તે સંજોગો આધારિત છે. છતાં આજે ઘાઘરેટ ગામના સરપંચ સહિત ગામના કેટલાક લોકો આ તમામ સમસ્યા વેઠી હોવા છતાં આ એક આકસ્મિક ઘટના છે. પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેમ માનીને કોઈના પર પરિસ્થિતિનો દોષ આપવા નથી માંગતા તો હાલમાં તેમને કોઈ તકલીફો પણ સતાવી રહી નથી.
મહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામ ગામમાં 8 બેડ સાથે શરૂ કરાયેલી કોરોના સેન્ટરનો આઇસોલેશન વોર્ડ ખાલીખમકરોનાની ગંભીર એવી બીજી લહેરમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા પછી ગામે ગામમાં કોરોનાના સેન્ટરો અને મેડિકલ ચેકપની પ્રથા શરૂ કરાઇ હતી. જોકે, કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી મોટાભાગના ગામડાઓની જેમ ઘાઘરેટ ગામે પણ 8 બેડ સાથે શરૂ કરાયેલી કોરોના સેન્ટરનો આઇસોલેશન વોર્ડ ખાલીખમ જોવા મળ્યો છે. ગામમાં સેવાભાવી ડૉક્ટરો અને લોકોના સહયોગથી ગામમાં મેડિકલ ચેકપ શરૂ કરી ગ્રામલોકોને આરોગ્યલક્ષી સારવાર અપવામાં આવી રહી છે. ગામમાં કોરોનાને લઈ કોઈ ખાસ મૃત્યુ થયા નથી. સ્મશાન ગૃહ સંદર્ભે માહિતી મેળવતા ત્યાં અંતિમસંસ્કાર માટે લાકડા સહિતની પૂરતી વ્યવસ્થાઓ કરાયેલી છે.