ETV Bharat / state

ગણપત યુનિવર્સીટીના પટાવાળાનો આપઘાત મામલો, વ્યાજખોરો સામે નોંધાઇ ફરિયાદ

મહેસાણા તાલુકાના ખેરવા ખાતે આવેલ સુજલમ સુફલામ કેનાલમાં ગણપત યુનિવર્સીટીના પટાવાળાનો (Ganpat University peon suicide case) મૃતદેહ મળી આવ્યો છે. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો(Suicide due to usurer torture) હોવાની માહિતી મળી રહી છે.

ગણપત યુનિવર્સીટીના પટાવાળા આપઘાત મામલે વ્યાજખોરો સામે ફરિયાદ

author img

By

Published : Dec 15, 2022, 7:18 PM IST

ગણપત યુનિવર્સીટીના પટાવાળા આપઘાત મામલે વ્યાજખોરો સામે ફરિયાદ

મહેસાણા તાલુકાના ખેરવા ખાતે આવેલ સુજલમ સુફલામ કેનાલમાં(Sujalam Suflam Canal) છેલ્લા ત્રણ દિવસ થી ગણપત યુનિવર્સીટીના પટાવાળાનો(Ganpat University peon suicide case) અને ખેરવા ગામના આધેડે આપઘાત કર્યાની ભારે ચર્ચા જોવા મળી હતી. ત્યારે તંત્ર દ્રારા શોધખોળ કરવામાં આવી રહી હતી. આ સમયે આપમેળે પાણીમાં મૃતદેહ તરી બહાર આવ્યો હતો. જે બાદ તપાસ કરવામાં આવી હતી અને વ્યાજખોરના ત્રાસ થી આપઘાત(Suicide due to usurer torture) કર્યો હોવાની માહિતી મળી રહી છે.

સુજલમ સુફલામ કેનાલ મહેસાણા તાલુકાના ખેરવા ગામની સીમમાં આવેલ સુજલમ સુફલામ કેનાલમાં(Sujalam Suflam Canal) ત્રણ દિવસ અગાઉ ખેરવા ગામના મુકેશ પટેલ નામના આધેડ ડૂબી જવાની માહિતી મળતા મહેસાણા તાલુકા પોલીસ અને મહેસાણા પાલિકાના તરવૈયાઓની ટિમ બનાવ સ્થળે પહોંચી ઘેરા ઊંડા કેનાલના પાણીમાં બોરિંગ, લાઈટ જેકેટ, આંકડા વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી લ શોધખોળ આરંભી હતી. જોકે બનાવના ત્રીજા દિવસે પાણી ભરાઈ જતા મૃતકનો મૃતદેહ આપો આપ પાણીની સપાટી ઉપર આવી જતા તરવૈયાઓ દ્વારા મૃતદેહ બહાર કિનારે લાવવામાં આવ્યો હતો.

મૃતદેહની તપાસ પોલિસ દ્વારા મૃતદેહની (Ganpat University peon suicide case) તપાસ કરતા મૃતક ખેરવા ગામના અને ગણપત યુનિવર્સીટીમાં પટાવાળો મુકેશ ત્રિભોવનદાસ પટેલ નામના આધેડ હોવાની અને મૃતકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની સુસાઇડ નોટ મળી આવી હોવાની હકીકત સામે આવી હતી. બનાવને પગલે મહેસાણા તાલુકા પોલીસે મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડી પીએમ કરાવવા સહિતની કાર્યવાહી કરતા સુસાઇડ નોટ આધારે 1 લાખ રૂપિયા વ્યાજે આપી ત્રાસ આપતા દેસાઈ ગાંડાભાઈ હલાભાઈ રહેમ ખેરવા વાળા સામે મુકેશભાઈ પટેલના આપઘાત મામલે દુષપ્રેરણા અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અકસ્માત કે આપઘાતના ખેરવાની કેનાલમાં પડેલ આધેડની(Ganpat University peon suicide case) મૃતદેહ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવી પીએમ કરાવી પગ લપસી જતા અકસ્માત થયો હોવાનું નિવેદન લખતા પોલીસ કર્મી અને હાજર પબ્લિક વચ્ચે હોબાળો મચ્યો હતો. જેમાં સિવિલ ખાતે હાજર મૃતકના સગાઓ અને ગામના લોકોએ સુસાઇડ નોટ આધારે આ અકસ્માત નહિ પરંતુ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું કહી હોબાળો મચાચાવતા પોલીસ અને પબ્લિક વચ્ચે નાસભાગ મચી હતી. અંતે પોલીસે સુસાઇડ નોટ આધારે હાલમાં ફરિયાદ નોંધી fsl તપાસ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ છે.

મૃતકના દાગીના મૃતક મુકેશ પટેલના નામની મળી આવેલ સુસાઇડ નોટમાં મળતી માહિતી મુજબ તેમને રબારી ગાંડાભાઈ પાસે થી 1 લાખ રૂપિયા લીધેલ હોઈ જે વ્યાજ સાથે હપ્તે હપ્તે રૂપિયા પરત આપતા હતા. અને તેમ છતાં 5 લાખ માંગતા હોઈ મેં કુલ 3 લાખ રૂપિયા ભર્યા હતા. અને દાગીના અને ચેક એમની પાસે છે. અને રૂપિયા નહીનપે તો ઘર પડાવી લેવાનું અને મારી નાખવાનું કહે છે, જ્યાં મળે ત્યાં ગાળો બોલે છે, મોટી સજા કરજો, મારા વરસદારોનો કોઈ હાથ નથી, હું જે લખું છું એ સત્યને સત્ય લખું છું. મારા પાછળ મારા વારસદારો પાસેપૈસા લેવા જશે તે કશું કરી શકશે નહિ, કોઈ પણ વારસદરની કોઈ પણ જાતની જવાબદારી નથી. વારસદારોને પોલીસ પણ કસું કરશે નહીં, ચિઠ્ઠી સિવાયના બધાને પણ અડધા રૂપિયા આપેલ છે. જે બધા પાસે ચેક છે જે પરત લેવાના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.