મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના 4 લોકોના કેનેડામાં થયેલા મોત મામલે પોલીસે 3એજન્ટો પર ફરિયાદ નોંધી છે. ચૌધરી પરિવાર વિઝિટર વિઝા પર કેનેડા ગયા બાદ ગેરકાયદેસર અમેરિકા ઘુસવા નાવડામાં બેસી જતા નાવ પલટી જતા દુર્ઘટના ઘટી હતી. નાવ પલ્ટી જવાની દુર્ઘટનામાં ચૌધરી પરિવારના બે બાળકો અને દંપતી મળી કુલ 4 સભ્યોના મોત થયા હતા.
એજન્ટો ફરાર: સમગ્ર મામલે મૃતક પરિવારના સભ્ય અશ્વિન ચૌધરીએ પોતાના ભાઈ અને તેમના પરિવારને એજન્ટોએ ગેરમાર્ગે દોરવાના અને કાવતરું કરવાના કારણે મોત થયા હોવાની એક માસ બાદ પોલીસ ફરિયાદ નોંધવી છે. પોલીસ પણ એક માસ સુધી આ મામલાની ગંભીરતા ન લેતા બનાવના એક મહિના જેટલો સમય મળતા તમમાં આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસ પણ આરોપીઓના ઘરે ગયા તપાસ કરવા તો ત્યાં તે હાજર નથીનો શૂર રેલાવી રહી છે.
ઘૂસણખોરી મામલામાં એજન્ટની ભૂમિકા: પરિવારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના ભાઈ અને તેઓ કુકરવાડા ખાતે ફાઇનાન્સનો વ્યવસાય કરતા હતા ત્યારે વડોસણ રહેતા નિકુલસિંહ વિહોલના સંપર્કમાં આવ્યા હતા. જેઓએ તેમના ભાઈને કેનેડાથી અમેરિકા જવા એક વ્યક્તિ દીઠ 15 લાખ પ્રમાણે 60 લાખમાં ટેક્ષીથી મોકલવાનું નક્કી કર્યું હતું. જેમાં નિકુલસ, સચિન ગજેન્દ્રસિંહ વિહોલ અને વિસનગર તાલુકાના દઢીયાળ ગામનો અર્જુનસિંહ ચાવડાએ ભેગા મળી 60 લાખ પડાવ્યા હતા.
એજન્ટોએ જોખમી મુસાફરી કરવા કર્યા મજબુર: મૃતકના ભાઈ અશ્વિનભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર એજન્ટોએ ચૌધરી પરિવાર પાસે 60 લાખ પડાવ્યા બાદ અંતિમ ક્ષણોમાં લાઈન ક્લિયર નથી તેમ કહીને ટેક્સીને બદલે હોડીમાં બેસી જાવ તેમ કહેલ હતું. ત્યારબાદ ખરાબ હવામાન અને નદીના પાણીના જોખમ વચ્ચે એજન્ટોએ પરિવારને હોડીમાં સફર કરવા મજબુર કર્યા હતા. આ દરમિયાન બનેલી દુર્ઘટનામાં હોળી પલ્ટી ખાઈ ગઈ હતી અને ચૌધરી પરિવારના બે સંતાનો અને દંપતી મળીને 4 લોકોના મોત થયા હતા.