- સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી સાસરીના ગામની મુલાકાત
- સાલડીમાં સન્માન સમારોહમાં ખીલ્યાં સીએમ પટેલ
- અધિકારીઓને ગામનો વિકાસ બરાબર કરવા હળવો દાબો દીધો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોમાં પોતાના હળવા અંદાજનો પરિચય આપી રહ્યાં છે. ભરુચના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કેઅમે નવા છીએ તો ભૂલો પણ થાય તો અમને શીખવાડજો, લાફો ન મારતાં. જ્યારે આજે પોતાની સાસરીના ગામ સાલડીમાં આવેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એકવાર હળવો મિજાજ સામે આવ્યો હતો. તેમણે સરકારી અધિકારીઓને પોતાના ગામ સાલડીના વિકાસ માટે હાસ્યસભર ટકોર કરતાં જણાવ્યું હતું કે અહીંનો વિકાસ બરાબર કરજો આ ગામ મારું સાસરું છે.
ધર્મ વિશે સીએમના વિચાર
તો સીએમ પટેલે પોતાની દાર્શનિક વિચારધારાને પણ વાચા આપતાં, નાણાં, ધર્મ અને દાન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જે ધર્મના રસ્તો ચાલે છે તે ખૂબ આગળ જાય છે.
પટેલોની ભાષા કેવી, સીએમે કરી સ્પષ્ટતા
પટેલોની ભાષા રોકડું પરખાવાની હોવાની એક માન્યતા પ્રવર્તે છે તેને પુષ્ટિ આપતાં સીએમ પટેલે સાસરી સાલડીમાં કહ્યું કે આપણી ભાષા તો પટેલોની. આ વાત તેમણે નાણાંના ખર્ચને લઇને કહી હતી. તેમણે કહ્યું કે પાંચિયું છૂટે નહીં એવા લોકો માટે એમ થાય કે પૈસા ભેગા કરીને શું કરશે?
સીએમનું આધ્યાત્મિક પાસું પણ ઉજાગર થયું
તો સીએમ પટેલની આધ્યાત્મિક વિચારધારા પણ ભગવાન શિવ અને જીવના સંબંધ વિશે તેમણે કહેલી વાતમાં જણાઈ આવતી હતી. તેમણે કહ્યું હતું કે મંદિરમાં એટલા માટે જવાનું હોય કે ત્યાં જઇને સારીખોટી વાતોમાંથી બહાર નીકળી સારું વર્તન શીખી શકીએ. સંત પાસે પણ એટલા માટે જ જવાનું હોય છે.
આ પણ વાંચોઃ પાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
આ પણ વાંચોઃ અમદાવાદ: પહેલા નોરતે ભદ્રકાળી મંદિર ખાતે રેલાયા ઐશ્વર્યાના સૂર, મુખ્યપ્રધાને પણ નિહાળ્યા ગરબા