સુવિધા સજ્જ શિક્ષણના દાવા વચ્ચે ખેરાલુ તાલુકામાં આવેલી આદર્શ નિવાસી શાળામાં મહિને 17 હજાર જેટલી રકમ પાણી માટે ચુકવવામાં આવતી હોય છે, છતાં પણ નગરોળ પાણી પુરવઠા તંત્રના વાંકે પાણી માટે વલખા મારી રહ્યા છે. આ શાળામાં ભણતા 155 જેટલા વિદ્યાર્થીને દિવસ દરમિયાન ન્હાવા ધોવા અને પીવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે જે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 17 હજાર જેટલો માસિક ચાર્જ ચુકવવામાં આવે છે.
પાઇપ લાઇન તૂટવાના બહાના તળે કોઈ જ કાર્યવાહી ન કરતા છેલ્લા 11 દિવસથી શાળાના બાળકો પાણીની પરેશનીનો સામનો કરી રહ્યા છે. શાળાના આચાર્ય દ્વારા રોજના બે ટેન્કર પાણી મંગાવી કામચલાઉ ઉપાય કરવામાં આવી રહ્યો છે.વિદ્યાર્થીઓની 155 જેટલી સંખ્યા છે, તે માટે પાણીની જરૂરિયાત સંતોષવા માટે આચાર્ય દ્વારા પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે.જેથી વહેલી તકે શાળાને પાણી પૂરું પાડવામાં તેઓએ માંગ કરી હતી.