- મહેસાણા કોર્ટમાં MLA જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓ સામે ચાર્જફ્રેમ દાખલ કરાઈ
- મંજૂરી વિના 2017માં રેલી યોજી હતી
- સરકાર સામે વિરોધ નોંધાવી યોજી હતી રેલી
- 2017ની આઝાદી કૂચ રેલી મામલે આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યાં, કોર્ટે તોહમતનામું ઘડ્યું
મહેસાણા: શહેરમાં વર્ષ 2017માં પરવાનગી વગર આઝાદીકૂચ રેલી કાઢતા વડગામ ધારાસભ્ય જિજ્ઞેેશ મેવાણી, એનસીપી નેતા રેશ્મા પટેલ, કનૈયાકુમાર સહિત 17 વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે 12 સામે ચાર્જશીટ કરી હતી.જેમાં સોમવારે બીજા એડી. સિનિયર સિવિલ જજ એન્ડ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એ. પરમારની કોર્ટમાં 10 આરોપી હાજર થયા હતા. જેમાં જિજ્ઞેેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 આરોપી સામે તહોમતનામું ઘડાયું હતું.
આ પણ વાંચો : મહેસાણામાં મંજૂરી વગર રેલી કરવાના કેસમાં રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહ્યાં
ચાર્જફ્રેમ બાદ હવે 20મીએ કેસ આગળ ચાલશે, કનૈયાકુમાર સામે અલગ થી કેસ
ચાર્જફ્રેમ થયા બાદ કેસ ચલાવવા 20 એપ્રિલની મુદત આપી છે. રેશ્મા પટેલના વકીલ એમ. એન. મલીકે જણાવ્યું કે, 12 આરોપી સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 10 આરોપી સામે ચાર્જફ્રેમ થયો છે. એક લાલજીભાઇ પાસગભાઇ મહેરીયા મૈયત થયા છે. જ્યારે કનૈયાકુમારને સમન્સની બજવણી થઇ નથી તેમની વિરુદ્ધ કલમ 299 મુજબ કેસ અલગ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.
આ પણ વાંચો : મહેસાણામાં ઉત્તર ઝોન માટે ફાયર NOC કેમ્પ યોજાયો
17 સામે ફરિયાદમાંથી 12ના જ ચાર્જશીટમાં નામ હોવાના મેવાણીના આક્ષેપો
ધારાસભ્ય જિજ્ઞેેશ મેવાણીએ જણાવ્યું કે, આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે ફરિયાદ થયેલી તેમાંથી 12નાં નામ ચાર્જશીટમાં છે, બાકી નથી. આ ઉપરાંત પણ પોલીસ તપાસમાં છીંડા છે. દલિતોને અન્યાયના વિરુદ્ધમાં આઝાદી કૂચ રેલીની પોલીસ પરવાનગી માગી આયોજન કર્યું હતું પણ ગાંધીનગરમાં રમાયેલા ગણિતના ભાગરૂપે અચાનક છેલ્લી ઘડીએ પરમિશન રદ કરી દેવામાં આવી હતી. જેથી આંદોલનકારીઓ ઉપર ગુનો દાખલ થાય. અમે નિર્દોષ હોવાથી આગળ જતાં કેસમાંથી નામ કમી માટે અરજી કરવાના છીએ.
કોર્ટે 10 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કર્યું
- રેશ્મા વિઠ્ઠલભાઇ પટેલ અમદાવાદ
- સુબોધ બળદેવભાઇ પરમાર લીંચ
- જીગ્નેશ નટવરલાલ મેવાણી અમદાવાદ
- ખોડીદાસ ઇશ્વરદાસ ચૌહાણ મહેસાણા
- અરવિંદ દલપતભાઇ પરમાર મહેસાણા
- જોઇતારામ સોમાભાઇ પરમાર અમદાવાદ
- કૌશિક બાબુલાલ પરમાર બાલિયાસણ
- રમુભાઇ શીવાભાઇ પરમાર મહેસાણા
- ગૌતમ લાલજીભાઇ શ્રીમાળી મહેસાણા
- કપીલભાઇ ગૌતમભાઇ શાહ મહેસાણા