- કડીમાં અનેક ચોરીઓ થતી હોવા છતાં ચોર પોલીસ પકડથી દૂર
- પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી એક ફેકટરીમાંથી 3.45 લાખની ચોરી
- ફેકટરીમાં ચોરી કરતા તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ
મહેસાણા: જિલ્લામાં તાજેતરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. તસ્કરો નાગરિકોના જીવ જોખમમાં મૂકીને લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે, કડી વિસ્તારમાં જોવા મળતી ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક યથાવત રહેતા મોડી રાત્રે ચડ્ડી બનીયાન ધારી ગેંગે રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તરની મિલકતોને નિશાન બનાવી લાખ્ખોની તસ્કરી અને છરી બતાવી સિક્યુરિટી દંપતીને લૂંટી લેવાની ઘટના સામે આવી છે
એક જ રાત્રીમાં 5 જેટલી જગ્યાએ તસ્કરીનો પ્રયાસ
કડીના કરણનગર વિસ્તારમાં એક જ રાતમાં 5 જગ્યાએ તસ્કરોએ તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી 3.45 લાખ જેટલી રોકડ ચોરી કરી ફેકટરીમાં રહેલા કબાટ લોકર સહિતના સાધન સામગ્રીને નુક્ષાન પહોચાડ્યું છે. તો એક રહેણાંક વિસ્તારની નવીન બનેલી સ્કીમની રખેવાળી કરતા સિક્યુરિટી દંપતીને ગળા પર છરી મૂકીને પહેરેલા દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે. અન્ય રહેઠાણોમાં પણ ચોરી કરવા લોક અને દરવાજા સહિતની મિલકતોને નુક્સાન પહોચાડ્યું છે. રહેણાંક વિસ્તારમાં ચોરી થયાનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.