- વિસનગર સિવિલમાં કોવિડ સેન્ટરને મળી મંજૂરી
- સેન્ટરલાઈઝ ઓક્સિજન સાથે 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી
- કોરોનાના કેસને લઈ MLA અને અગ્રણીઓએ કોવિડ સેન્ટર શરૂ કરાવ્યું
મહેસાણાઃ જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મહેસાણા શહેરબાદ વિસનગર અને કડીમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વિસનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કડીની કોવિડ હોસ્પિટલોમાં 99 દર્દીઓ, તંત્રએ 46 કેસ એક્ટિવ દર્શાવ્યા
અગ્રણીઓ અને સેવાભાવી લોકોના સહયોગથી સ્થાનિક ધારાસભ્યએ સેન્ટરલાઈઝ ઓક્સિજન સેવા શરૂ કરાવી
શહેરના અગ્રણીઓ અને સેવાભાવી લોકોના સહયોગથી સ્થાનિક ધારાસભ્યએ સેન્ટરલાઈઝ ઓક્સિજન સાથે 40 બેડની સુવિધા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉભી કરાઈ રહી છે. અહીં હાલમાં 30 બેડ પર કેટલાક દર્દીઓને ઓક્સિજન આપી અને કેટલાકને નોર્મલ સ્થિતિમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ત્રણ દિવસમાં મહેસાણા જિલ્લામાં 30થી વધુ કોરોના દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય
ટૂંક સમયમાં બાયપેપની સુવિધા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને મળશે
ધારાસભ્ય અને સ્થાનિકોના પ્રયાસથી અહીં ટૂંક સમયમાં બાયપેપની સુવિધા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને મળશે, ત્યારે હાલમાં વિસનગર શહેર અને તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વિસનગરની સરકારી સિવિલ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. અહિં મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના કાળમાં RT-PCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.