મહેસાણાઃ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસના પગલે કડા ગામે ઐતિહાસિક સિદ્ધેશ્વરી માતાજી મંદિરે થતી ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
અનલોક બાદ જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યાં છે. જેના કારણે વિસનગરના કડા ગામમાં ઐતિહાસિક સિદ્ધેશ્વરી માતાજી મંદિરમાં થતી ગુરુપૂર્ણિમાની ઉજવણી મુશ્કેલી મુકાઈ છે.
આ અંગે વાત કરતાં મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુરુપૂર્ણિમાની ઉજવણીના દિવસે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તેમજ દિવસે થતાં દર્શન પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.