ETV Bharat / state

બેચરાજી મંદિરમાં સતત બીજા વર્ષે સાદગીપૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજીમાં બહુચર માતાજીના મંદિરે દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. આ વર્ષે કોરોનાની લીધે ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાદગીથી થવા જઇ રહી છે. ઉજવણી દરમિયાન કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.

author img

By

Published : Apr 10, 2021, 12:30 PM IST

બહુચર માતાજીનું મંદિર
બહુચર માતાજીનું મંદિર
  • બહુચર માતાજીના મંદિરે દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય
  • ચાલુ વર્ષે કોરોનાને લઈ ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાદગીથી થવા જઈ રહી
  • 12 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન માતાજીની ચૈત્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા : જિલ્લામાં આવેલા બેચરાજીમાં બહુચર માતાજીના મંદિરે દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. જોકે, ગત વર્ષે અને ચાલુ વર્ષે કોરોનાને લઈ ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાદગીથી થવા જઈ રહી છે. ત્યારે 12 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન માતાજીની ચૈત્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને સતત બીજા વર્ષે સાદગી પૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે. પૂનમના દિવસે નીકળનાર માતાજીની પાલખી શંખલપુર નહિ લઈ જવાય અને માત્ર પરંપરા મુજબ મંદિર પરિસરમાં પાલખી ફેરવવામાં આવશે.

ત્રી નવરાત્રિની ઉજવણીનો કાર્યક્રમ
ત્રી નવરાત્રિની ઉજવણીનો કાર્યક્રમ

આ પણ વાંચો : બેચરાજી ખાતે વ્યંઢળો દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂપિયા 51,000 દાન આપવામાં આવ્યું

સમગ્ર આયોજનમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી ઉજવણી કરાશે

બેચરાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિની ઉજવણીના ભાગ રૂપે સોમવારે 12 કલાકે પ્રક્ષાલન વિધિ કરાશે. એકમને મંગળવારે 7:30 કલાકે ઘટ સ્થાન થશે. રવિવારે છઠને દિવસે 10 કલાકે શતચંડી યજ્ઞનો આરંભ થશે. આઠમને દિવસે યજ્ઞની પુર્ણાહુતી થશે. દશમના દિવસે જવારા ઉત્થાન વિધિ થશે. 27 એપ્રિલે માતાજીની પાલખી મંદિર પરિસરમાં જ નીકળશે અને સમગ્ર આયોજનમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી ઉજવણી કરાશે. બહારના દર્શનાર્થીઓને પ્રવેશ નહિ આપતા માત્ર મંદિરમાં પૂજારી અને અયોજકોની ઉપસ્થિતિમાં ઉજવણી થાય તે પ્રકારનું આયોજન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મહેસાણામાં બહુચર માતાજીને પોષી પૂનમે શાકભાજી અને ફળોનો વિશેષ શણગાર કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.