કડી મૂળના અને મહેસાણાના ધારાસભ્ય, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આજે 64મો જન્મદિન હતો. જે નિમિત્તે મહેસાણામાં ઠેર-ઠેર તેમના જન્મદિનની ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે લોકોએ તેમના દીર્ધાયુષ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
![જન્મદિનના કાર્યક્રમમાં સ્થાનિક લોકો જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3637351_hdhd.jpg)
તેમના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી, જેમાં કડી અને વિસનગર સહિતના તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજી મોટી માત્રામાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ. ઉપરાંત વૃક્ષારોપણ અને ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પના જનસેવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
![જન્મદિન નિમિત્તે સ્કૂલબેગનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3637351_hdaa.jpg)
આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સ્કૂલકીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.