મહેસાણા: જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને સલામતીના નારા સાથે પોતાની ફરજ બજાવતી મહેસાણા જિલ્લા પોલીસને મદદરૂપ બનતા CCTV કેમેરા લગાવાયાનું એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યાં મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમન અને સર્વેલન્સ સહિત ક્રાઈમ રેટમાં સુધારો આવ્યો છે. શહેરીજનો પોતાને સુરક્ષિત અનુભવી રહ્યાં છે. આમ તંત્ર અને પ્રજાજનો માટે CCTV કેમેરા આશીર્વાદ રૂપ સાબિત થયા છે. મહેસાણા શહેરે વ્યાપાર ધંધા રોજગાર માટે 24 કલાક માટે ધસમસતું શહેર છે.
જ્યાંથી અમદાવાદ દિલ્હી નેશનલ હાઇવે પસાર થાય છે, તો શહેરની બોડર પર ગાંધીનગર અને પાટણ જિલ્લાને જોડતા માર્ગ આવેલા છે. જેને પગલે શહેરના અનેક સારી ખોટી ઘટનાના ભણકાર વાગતા હોય છે. સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યુર ગુજરાતના આયોજન સાથે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત મહેસાણા શહેરમાં 26 જેટલા લોકેશન પસંદ કરી પ્રવેશ અને નિકાસના રસ્તાઓ સહિત શહેરના જાહેર માર્ગો અને બજારો પર 189 કેમેરા લગાવવામાં આવ્યા છે. જે કેમેરા 4 પ્રકારના જુદા-જુદા હેતુ માટે લગાવવામાં આવ્યાં છે. જેમાં ANPR ઓટોમેટિક નમ્બર પ્લેટ રેકોપનાઇઝેશન કેમેરા, RTVD કેમેરા જે રેડલાઈટ ટ્રાફિક નિયમનનું કામ કરી શકે છે, PTZ કેમેરા જે 360 ડીગ્રી મુવમેન્ટ કરી દ્રશ્યને ટેલી વાઈડ કરી સર્વેલન્સની કામગીરીમાં મદદરૂપ થાય છે અને ફિક્સ પોઇન્ટ બુલેટ કેમેરા લગાવેલા છે.
આ તમામ કેમેરાનું મોનીટરીંગ અને ઉપયોગ માટે પોલીસ હેડક્વાર્ટર મહેસાણા ખાતે એક સુસજ્જ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં કેમેરા વિજન સહિતના ડેટાના સંચાલન અને સંગ્રહ માટે સર્વરરૂમ છે, તો 36 જેટલી સ્ક્રીન પર સતત 12 જેટલા કર્મચારીઓ કમાન્ડ એન્ડ કન્ટ્રોલની કામગીરી કરી રહ્યાં છે. જેમની સામે પણ એક મોટી LED સ્ક્રીન મુકવામાં આવી છે. જેના પર શહેરના આ તમામ કેમેરાના દ્રશ્યો પ્રકાશિત થઈ રહ્યા છે. આ કમાન્ડ અને કન્ટ્રોલ રૂમની સિસ્ટમમાં 4 જુદા જુદા હેતુ અર્થના એડવાન્સ સોફ્ટવેર રાખવામાં આવ્યા છે. જેમાં IVMS, ITMS ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ICMS અને VTMS સોફ્ટવેર પર કાર્ય થઈ રહ્યું છે.
ITMS સોફ્ટવેર દ્વારા ટ્રાફિક નિયમન ભંગની કામગીરી સહિત કોઈ ચોક્કસ વાહનની શોધખોળ માટે વાહનની વિગત નંબર કે કલર કોડ દર્શવવામાં આવતા તે વાહન જ્યારે કેમેરાની નજર થી પસાર થાય છે, ત્યારે તે સિસ્ટમ દ્વારા ઓટોમેટિક સ્ક્રીન પર હાઇલાઇટ થાય છે. જેથી પોલીસની શોધખોળ સરળ બની જાય છે. આ ઉપરાંત શહેરમાં યોજાતી રેલી સહિતની કોઈ ઘટના સિસ્ટમમાં એડ કરતા શહેરના આ તમામ CCTV કેમેરા તેનો રૂટ મેપ પ્રમાણે ઘટના પર બાજ નજર રાખતા હોય છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો કમાન્ડ એન્ડ કન્ટ્રોલથી ખૂબ ઝડપથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. મહેસાણા જિલ્લા પોલીસને ઘરફોડ ચોરી, વાહન ચોરી, લૂંટ અને ચેનસ્નેચિંગ સહિતના અનેક ગુન્હાની તપાસ માટે શહેરમાં લાગેલા આ CCTV કેમેરા મસદરૂપ સાબિત થયા છે. પોલીસ તપાસની કામગીરી ખૂબ ઝડપી અને આયોજન બંધ શક્ય બની છે.
કેમેરાની નજર થી સામાન્ય વ્યક્તિ હોય કે મોટા નેતાઓ અને અધિકારીઓ કે પદાધિકારીઓ સ કોઈ ગેરવર્તણૂક કે ગેરકાનૂની કામ કરતા ડર અનુભવતા હોય છે. મહેસાણા શહેરમાં આ CCTV કેમેરા લાગ્યા છે, ત્યારથી લોકોના માનસમાં કેમરા લાગ્યાની માનસિકતા ઘર કરી જતા હવે જાહેરમાં થતા હોબળા, મારામારી, લૂંટફાટ, મહિલાઓની છેડતી, રોમિયોગોરી, ચોરી સહિતની ગુનાહિત પ્રવૃતિઓ અંકુશમાં આવી ગઈ છે. આજે શહેરની મહિલાઓ પુરુષો અને વેપારીઓ સહીતના શહેરીજનો ભયમુક્ત બની જીવન જીવતા થયા છે. આ કેમેરાથી થતી ટ્રાફિક નિયમનની કામગીરીને પણ સરાહનીય ગણાવી શહેરમાં વધારે CCTV લાગવામાં આવે તેવી પણ નગરજનો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે.