ETV Bharat / state

વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો

વડનગર શહેરમાં આવેલ શર્મિષ્ઠા તળાવમાં લોકડાઉન વચ્ચે પાણીમાં એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેને પગલે સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં તપાસ કરતા માતા-પુત્રીના બે મૃતદેહ મળી આવ્યા છે.

body of mother-daughter
વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો
author img

By

Published : May 21, 2020, 8:03 PM IST

મહેસાણાઃ જિલ્લાના વડનગરમાં હાલમાં લોકડાઉન વચ્ચે પર્યટક સ્થળ કહેવાતા શર્મિષ્ઠા તળાવ સહિતના સ્થળો સૂમસાન રહેવા પામ્યા છે, જોકે આ સંજોગો વચ્ચે શર્મિષ્ઠા તળાવના પાણીમાં એક 30 વર્ષીય મહિલા અને દોઢ એક વર્ષની તેની પુત્રીનો મૃતદેહ તળાવના પાણીમાં તરતો સ્થાનિકોના નજરે પડતા વડનગર પોલીસને જાણ કરાઈ હતી.

વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળ્યો

પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ તળાવમાં માતા-પુત્રીનો મૃતદેહ બહાર કાઢતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બન્ને માતા-પુત્રી સુલીપુર ગામના હોવાનું અને મહિલાનું સાસરું વડનગર અરજણબારી હોવાનું સામે આવ્યું હતું. તો મહિલાનું મોત 24 કલાક પહેલાં થયું હોઈ મૃતદેહ પાણીમાં ઉપર તરવા લાગી હોવાના અનુમાન સાથે મહિલા અને તેની દીકરીના શંકાસ્પદ મોત મામલે પોલીસે મૃતદેહોનું પીએમ કરાવવા સહિત શકમંદોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હાલમાં તો પોલીસ તપાસ બાદ માતા-પુત્રીના મોતનો મામલો સુલજાઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.