મહેસાણાઃ સમગ્ર દેશમાં હાલ કોરોના વાઇરસની મહામારીના સમયે રક્તદાન એ મહાદાન તરીકે ખરા અર્થમાં સાર્થક બની રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના 65માં જન્મ દિવસ નિમિતે કડીના સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા રક્તદાન કરી નાયબ મુખ્યપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સોમવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો 65મો જન્મ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છાકો તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તેમના હોમટાઉન કડીમાં સતત નીતિન પટેલના 65માં જન્મદિવસે રક્તદાન અર્થે મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દ્વારા કડીના સામજિક અને રાજકીય સંગઠનો સાથે જોડાયેલાઓ તેમજ શહેરીજનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પનો લાભ લઈ રક્તદાન કર્યું હતું.
કડીમાં યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાજરી આપી હતી. તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તો સાથોસાથ જન્મદિવસની શુભેચ્છાઓ સ્વીકરી તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં રક્તદાનનું આયોજન કરાતા મહત્તમ સંખ્યામાં ભિન્ન બ્લડ ગ્રુપના યુનિટ એકત્ર થયા છે. જે સેવાકાર્ય રૂપે જરૂરિયાત મંદ દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે.