- મહેસાણામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી
- 1 ઇન્જેક્શનના રૂ. 27,000 વસુલ કરી કાળાબજારી કરવામાં આવતી હતી.
- પોલીસે છટકું ગોઠવી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું
મહેસાણા: કડી બાદ હવે મહેસાણા શહેરમાંથી કોરોનાની સારવાર માટે આવશ્યક રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસે રૂ. 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મહેસાણા પેરોલ ફર્લો સ્કોડને મળેલી બાતમી આધારે શહેરના રાધનપુર રોડ પર આવેલા નિધિ મેડિકલ સ્ટોરના મલિક ગુંજન પટેલ પાસે ઇન્જેક્શન આવતા હોવાને લઈ પોલીસે ગુંજન પટેલને સાથે રાખી ઇન્જેક્શન સપ્લાય કરી કાળા બજારીમાં જોડાયેલ અન્ય શખ્સોને ફોન કરી બોલાવતા 1 ઇન્જેક્શન પેટે 27, 000 મુજબ 2 ઇન્જેક્શન વેચાણ કરતા પોલીસે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. જે બાદ તમામ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી મહેસાણા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ ઇન્જેક્શન કૌભાંડમાં વધુ 4 આરોપી ઝડપાઇ આવ્યા છે જેમાં વિસનગર અને મહેસાણા નજીક આવેલ ખાનગી હોસ્પિટલનો સ્ટાફ સંડોવણી હોવાની માહિતી સામે આવતા બનાવમાં કુલ 7 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓ પાસે થી 2 ઇન્જેક્શનનો સહિત 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇન્જેક્શન તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી રહી છે તે પ્રકારની માહિતી પેરોલ ફર્લો સ્કોડના અધિકારી દ્વારા અપવામાં આવી છે.