ETV Bharat / state

કડી નગરપાલિકા વોર્ડ નંબર-3માં ભાજપની પેનલ બિનહરીફ - Polling for elections in 8 out of 9 wards

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન નગરપાલિકાના કુલ 9 વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી બાદ કુલ 95 ફોર્મમાંથી 38 ફોર્મ રદ થયા છે.

કડી નગરપાલિકા
કડી નગરપાલિકા
author img

By

Published : Feb 16, 2021, 3:15 PM IST

  • કડી નગરપાલિકા વોર્ડ નં-3માં ભાજપની પેનલ બિનહરીફ
  • વોર્ડ નં-3 પર ચારેય બેઠક પર માત્ર ભાજપની જ ઉમેદવારી હતી
  • ફોર્મ ચકાસણીમાં ચારેય ફોર્મ માન્ય થતા ભાજપ બિનહરીફ

મહેસાણા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી બાદ કુલ 95 ફોર્મમાંથી 38 ફોર્મ રદ થયા છે, જ્યારે 57 ઉમેદવારો મેદાને છે. કડીના વોર્ડ નં.-3 માટે ભાજપના આયોજન અને નશીબથી 4 ઉમેદવારી પત્રો માત્ર ભાજપમાંથી જ ભરાયા છે. ફોર્મ ચકાસણીમાં ચારેય બેઠક પર તે ઉમેદવારો માન્ય રખાતા ભાજપની પેનલ બિનહરીફ બની છે.

કડીમાં ચૂંટણી પહેલા વોર્ડ નં.-3થી ભાજપનું ખાતું ખુલ્યું

મહેસાણા જિલ્લામાં કડી નગરપાલિકા વિસ્તારમાં 9 વોર્ડ પૈકી 1 વોર્ડ નં.-3 ભાજપ માટે જીતનું ખાતું ખોલાવતો વોર્ડ બન્યો છે. જે વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવાર સામે કોઈ પણ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા તેઓના ફોર્મ ચકાસણી થઈ અને માન્ય રહ્યા છે. ચારેય ઉમેદવાર લીલાબેન પટેલ, કંકુબેન પટણી, કલ્પેશ નાયક અને મહેન્દ્ર પટેલ બિનહરીફ બન્યા છે. કડી નગરપાલિકામાં વોર્ડ નં. 3ને બાદ કરતાં 9 પૈકી 8 વોર્ડમાં ચૂંટણી માટે મતદાનનું આયોજન કરવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.