- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપને જીત
- 36 માંથી 26 બેઠકો ભાજપના ફાળે
- ચૂંટણી પહેલાં ભાજપને બહુમતી
મહેસાણાઃ કડી નગરપાલિકામાં 36 બેઠકમાંથી 26 બેઠકો ભાજપે હસ્તગત કરી દીધી છે. 26 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર કરાઈ થઈ છે. જેમાં 5 વોર્ડની તમામ 20 બેઠકોમાં ભાજપની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે, 35 વર્ષથી કડી પાલિકામાં જનસંઘ અને ભાજપનું સાશન રહેલું છે.
કડીમાં 4 વોર્ડમાં 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે
કડી નગરપાલિકા વિસ્તરમાં વોર્ડ નંબર 1, 3, 7, 8, 9ના ચારેય ભાજપ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે વોર્ડ નંબર 2માં 1 બેઠક બિનહરીફ થઇ છે. જેથી 3 બેઠકમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ વોર્ડ નંબર 4માં 2 બેઠક બિનહરીફ થઇ છે. જેથી બાકી બચેલી 2 બેઠકમાં ચૂંટણી યોજાશે. આ ઉપરાંત વોર્ડ નંબર 5માં 3 બેઠક બિનફરીફ થતાં 1માં ચૂંટણી યોજાશે અને વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. આમ 4 વોર્ડમાં 10 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ
મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક અને તાલુકા પંચાયતની કુંડાળ, કલ્યાણપુરા બેઠક પણ ભાજપના ફાળે બિનહરીફ જાહેર છે. જેમાં કડી APMCના ચેરમેન વિનોદ પટેલ નંદાસણ જિલ્લા પંચાયત બેઠક પર બિનહરીફ જાહેર થયા છે, ત્યારે આજે સોમવારે કડી નગરપાલિકા અને નંદાસણ બેઠક ભાજપના ફાળે જતાં જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કડી નગરપાલિકા પહેલી નગરપાલિકા જે ભાજપની નગરપાલિકા તરીકે બિનહરીફ બહુમતી ધરાવતી જાહેર થશે!