ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, ઊંઝા નગરપાલિકાના ઉમેદવારો નામ જાહેર ન કરાયાં - મહેસાણા ભાજપ

મહેસાણા જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરામાં આવી છે, પરંતુ ઊંઝા નગરપાલિકાના ઉમેદવારો નામ જાહેર ન કરાયાં નથી. આ સાથે જ મહેસાણા ભાજપે પક્ષપલટો કરીને આવનારાને પણ ટિકિટની ફાળવણી કરી છે.

ETV BHARAT
મહેસાણા જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
author img

By

Published : Feb 13, 2021, 5:09 PM IST

  • મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર
  • કેટલીક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર નથી કરાયાં
  • મહેસાણા નગરપાલિકામાં 11 વોર્ડ માટે 44 ઉમેદવારો મેદાને
  • વિસનગર નગરપાલિકામાં 9 વોર્ડ માટે 36 ઉમેદવારો મેદાને
  • કડી નગરપાલિકામાં 9 વોર્ડ મટે 36 ઉમેદવારો મેદાને
  • ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

મહેસાણાઃ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્વરાજ માટે પોતાના ક્યા ઉમેદવારો મેદાને ઉતારે, તેની ખૂબ આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. જેમાં ભાજપના ઉમેદવારોના નામની આતુરતાનો અંત આવ્યો છે. શુક્રવારે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાનાની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.

મહેસાણા જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી

નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

મહેસાણા જિલ્લામાં 10 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં શુક્રવારે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે, જ્યારે 10 તાલુકાની 216 બેઠકો અને 04 નગરપાલિકાની 152 બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. જો કે, આ નામોની જાહેરાત વચ્ચે ઊંઝા નગરપાલિકાની બેઠક પર એક નામની જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે હજુ પણ કેટલીક બેઠકો પર નામની જાહેરાત પાછળ અવઢવ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ

ભાજપ દ્વારા મહેસાણા જિલ્લામાં આવેલા આયાતી ઉમેદવારો કે જે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે કેટલીક બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા છે, તો કેટલાક તો કોંગ્રેસમાંથી ગત ટર્મમાં કોર્પોરેટર બની બાદમાં ભાજપમાં જોડાયા હોઈ તેમને ભાજપમાંથી ઉમેદવારી કરવાનો અવસર પણ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.