ETV Bharat / state

પેટાચૂંટણી: ખેરાલુમાં ભાજપ-કોંગ્રેસ બંને પેરાશૂટ ઉમેદવારના વિરોધી...!

મહેસાણા: જિલ્લાની 20 વિધાનસભા ખેરાલુ બેઠક ઉપર 2017માં ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઈ હતી, પરંતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પરથી ભરતસિંહ સંસદસભ્ય બનતા ખેરાલુ બેઠક ખાલી પડી હતી. વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરનો મત વિસ્તાર ધરાવતી ખેરાલુ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આજે અહીં નોંધાયેલા 2.07 લાખ મતદારો છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંનેમાં ઠાકોર અને ચૌધરી સમાજના દાવેદારો મુખ્ય છે. આ બેઠક પર ભાજપના મુખ્ય 5 દાવેદારો છે. જેમાં રમીલાબેન દેસાઈ અને વડવગરના કેવડજી ઠાકોર દાવેદાર છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર સિવાય મુકેશ ચૌધરી અને રામજી ઠાકોર પણ મુખ્ય દાવેદારો છે.

gujarat election 2019
author img

By

Published : Sep 26, 2019, 3:11 PM IST

ખેરાલુ બેઠકમાં ખેરાલુ, સતલાસણા અને વડનગર એમ કુલ ત્રણ તાલુકાનો મત વિસ્તાર છે અને આ બેઠક પર ભાજપનો કબજો સતત રહ્યો છે. સતલાસણામાં ધરોઈ ડેમ અને ખેરાલુ તાલુકામાં ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ બન્ને ખેતી પર નિર્વાહ કરતા લોકો માટે ખુબ મહત્વના છે. અહી પ્રજાને બીજો વિકાસ તો ઠીક પરંતુ પિયત અને સિંચાઈના પાણીનો પ્રશ્ન ખુબ મહત્વનો બની રહ્યો છે. જેના હલ માટે પણ અહીંના પૂર્વ ધારાસભ્યયો પ્રયત્નશીલ રહ્યા છે, જ્યારે પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક ધારાસભ્ય ભરતસિંહ પર લોકોનો રોષ પણ હતો, પરંતુ સમય જતા પ્રશ્નને હલ થયો અને ભરતસિંહ સાંસદ તરીકે ચૂંટાયા છે.

ખેરાલુમાં ભાજપ-કોંગ્રેસ બંને પેરાશૂટ ઉમેદવારના વિરોધી

આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈને ભાજપ ફરી એકવાર ટિકિટ આપે એવી આશા છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ઠાકોર સેના અને ક્ષત્રિય સમાજ પણ ટિકિટ માંગી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું ગત વિધાનસભા 2017ની ચૂંટણી લડવા મન બનેલું છે. બીજી તરફ ભાજપના પ્રબળ દાવેદાર રમીલા દેસાઈ ખેરાલુ અને ચીમનાબાઈ સરોવર ધારાસભ્ય પદે રહ્યાં અને સસ્પેન્ડ પણ થયા. હવે ભાજપ છોડી કોંગ્રેસ ગયેલા રમીલાબેમની ઘપવાપસી થઈ છે ત્યારે ખેરાલુની પેટા ચૂંટણી વિકાસના નહીં પણ રાજકીય માહોલમાં લડાઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ખેરાલુ બેઠકમાં ખેરાલુ, સતલાસણા અને વડનગર એમ કુલ ત્રણ તાલુકાનો મત વિસ્તાર છે અને આ બેઠક પર ભાજપનો કબજો સતત રહ્યો છે. સતલાસણામાં ધરોઈ ડેમ અને ખેરાલુ તાલુકામાં ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ બન્ને ખેતી પર નિર્વાહ કરતા લોકો માટે ખુબ મહત્વના છે. અહી પ્રજાને બીજો વિકાસ તો ઠીક પરંતુ પિયત અને સિંચાઈના પાણીનો પ્રશ્ન ખુબ મહત્વનો બની રહ્યો છે. જેના હલ માટે પણ અહીંના પૂર્વ ધારાસભ્યયો પ્રયત્નશીલ રહ્યા છે, જ્યારે પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક ધારાસભ્ય ભરતસિંહ પર લોકોનો રોષ પણ હતો, પરંતુ સમય જતા પ્રશ્નને હલ થયો અને ભરતસિંહ સાંસદ તરીકે ચૂંટાયા છે.

ખેરાલુમાં ભાજપ-કોંગ્રેસ બંને પેરાશૂટ ઉમેદવારના વિરોધી

આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈને ભાજપ ફરી એકવાર ટિકિટ આપે એવી આશા છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ઠાકોર સેના અને ક્ષત્રિય સમાજ પણ ટિકિટ માંગી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું ગત વિધાનસભા 2017ની ચૂંટણી લડવા મન બનેલું છે. બીજી તરફ ભાજપના પ્રબળ દાવેદાર રમીલા દેસાઈ ખેરાલુ અને ચીમનાબાઈ સરોવર ધારાસભ્ય પદે રહ્યાં અને સસ્પેન્ડ પણ થયા. હવે ભાજપ છોડી કોંગ્રેસ ગયેલા રમીલાબેમની ઘપવાપસી થઈ છે ત્યારે ખેરાલુની પેટા ચૂંટણી વિકાસના નહીં પણ રાજકીય માહોલમાં લડાઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Intro:

ખેરાલુમાં કોઈ પણ પક્ષ પેરાશૂટ ઉમેદવાર મુકશે નહિ નહિતર ચોક્કસ પરાજય થશે : રમીલાબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય, ખેરાલુ

•         મહેસાણા જીલ્લા ની ખેરાલુ વિધાનસભા પેટા ચુંટણી જાહેર
•         ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર ૨.૦૭ લાખ મતદારો
•         ઠાકોર અને ચૌધરી સમાજ નું આ બેઠક ઉપર વિશેષ મહત્વ
•         કુલ ૨૬૯ પોલીસ બુથ નો વિધાનસભા બેઠક ઉપર સમાવેશ
•         કોંગ્રેસ અને ભાજપ બંને માં ઠાકોર અને ચૌધરી સમાજ ના દાવેદારો
•         અલ્પેશ ઠાકોર ના નામ ની પણ ખેરાલુ બેઠક ઉપર ચર્ચાBody:


મહેસાણા જીલ્લા ની ૨૦ વિધાનસભા ખેરાલુ બેઠક ઉપર ૨૦૧૭ માં ભાજપ ના ભરતસિંહ ડાભી ૨૦,૦૦૦ વોટ થી વિજેતા થયા હતા,,,પરંતુ વર્ષ ૨૦૧૯ માં યોજાયેલી લોકસભા ચુંટણી માં પાટણ બેઠક ઉપર થી ભરતસિંહ સંસદસભ્ય બનતા ખેરાલુ બેઠક ખાલી પડી હતી.જોકે આજરોજ કેન્દ્રિય ચુંટણી પંચે જાહેર કરેલા ચુંટણી કાર્યક્રમ માં ગુજરાત ની ચાર વિધાનસભા બેઠક માં ખેરાલુ વિધાનસભા બેઠક ની ચુંટણી જાહેર કરવા માં આવી છે.આગામી ઓક્ટોબર માં ખેરાલુ વિધાનસભા બેઠક ની પેટા ચુંટણી ને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ માં ગતિવિધિ તેજ બની છે.ખેરાલુ બેઠક ઉપર છેલ્લી ચાર ટર્મ થી અપરાજિત ભાજપ માંથી ભરતસિંહ ડાભી ના ભાઈ રામસિંહ અને કનકસિંહ ડાભી દાવેદારો છે..તો વળી સરદાર ચૌધરી અને રમીલાબેન દેસાઈ પણ દાવેદાર છે.જયારે બીજી તરફ કોંગ્રેસ માંથી જયરાજસિંહ પરમાર ની સાથે ગત ચુંટણી માં અપક્ષ ઉમેદવારી કરનાર મુકેશ ચૌધરી અને રામજી ઠાકોર પણ મુખ્ય દાવેદારો છે


.વાત કરી એ આગમી ખેરાલુ વિધાનસભા બેઠક પર પેટાચુંટણીની કે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે ખેરલુંનું રાજકારણ પણ સક્રિય બન્યું છે.... અહી ખાસ તો કોંગ્રેસ અને ભાજપ બે પક્ષે મુખ્ય કાર્યકરો , નેતાઓ સહિત પૂર્વ ધારાસભ્યો ફરી મેદાને જંગ માટે સક્રિય બન્યા છે... કેમ કે આ વખતે પેટા ચૂંટણી રસાકસીભરી અને ખરાખરીની રહી શકે તેમ છે ત્યારે ભલભલા નેતાઓ પણ ગોથા ખાઈ જાય તો નવાઈ નહિ તેવી પરિસ્થિતિઓ પણ જણાઈ આવે છે....



ખેરાલુ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો ખેરાલુ બેઠક માટે ખેરાલુ સતલાસણા અને વડનગર એમ કૂલ ત્રણ તાલુકાનો મત વિસ્તાર પ્રસરેલો છે અને આ બેઠક પર ભાજપનો કબજો સતત જામેલો રહ્યો છે



આજે આપને વિશેષમાં વાત કરીશું મહેસાણાના ખેરાલુ વિધાનસભા બેઠકની

મહેસાણા જીલ્લાના ખેરાલુની બેઠક પર 2017ની ચૂંટણી બાદ ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પર સાંસદ બનતા ખેરાલુ વિધાનસભા બેઠક ખાલી પડી હતી જ્યાં આગામી 21 ઓક્ટોમ્બરે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે જે માટે 23 સપ્ટેમ્બરે નોટિફિકેશન , 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને 21 ઓક્ટોમ્બર મતદાન બાદ 24 ઓક્ટોમ્બરે મતગણત્રી થનાર છે આ બેઠક પર સતત ધારાસભ્ય તરીકે ભરતસિહ ડાભીએ ચાર વાર ખેરાલુ વિધાનસભા બેઠકની જવાબદારી સંભાળી હતી





સતલાસણામાં ધરોઈ ડેમ અને ખેરાલુ તાલુકામાં ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ બન્ને ખેતી પર નિર્વાહ કરતા લોકો માટે ખુબ મહત્વના છે અને અહી પ્રજાને બીજો વિકાસ તો ઠીક પરંતુ પિયત અને સિંચાઈના પાણીનો પ્રશ્ન ખુબ મહત્વનો બની રહે છે જેના હલ માટે પણ અહીંના પૂર્વ ધારાસભ્યયઓ પ્રયત્નશીલ રહ્યા છે જયારે આ પ્રશ્ન ઉપસ્થિત હતો ત્યારે લોકોનો રોષ પણ ભરતસિહ સામે ભભૂકી ઉઠેલો હતો ત્યારે તેમને પણ મતદારોને વચન આપ્યું હતું કે હું આ પ્રશ્ન હલ નહિ કરું તો ક્યારેય તમારી પાસે મત લેવા નહિ આવું અને ચૂંટણી પણ નહિ લડું પરંતુ આ પ્રશ્નને હલ કરવામાં પૂર્વ ધારાસભ્ય સફળ રહ્યા હતા અને માટે જ સ્થાનિકો પણ તાજેતરના વિકાસનો શ્રેય પૂર્વ ધરાસ્ભાયને આપ્યો હતો... આમ દરેક રીતે પોતાના તાલુકાને અગ્રેસર બનવવા અને લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા પ્રયત્નશીલ હોવાને કારણે ભરતસિહને વર્ષ ૨૦૧2માં વિધાનસભાની ખેરાલુ બેઠક પર લોકના વિશ્વાસ સાથે કૂલ ૧૮૦૦૦ જેટલા જંગી મતો થી લીમડીના બાબુજી ઠાકોર કોંગ્રેસ માંથી ઉભા રહેલ હરીફ ઉમેદવારને હરાવી વિજયી બન્યા હતા તો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના બેફાળ રામજી ઠાકોર અને અપક્ષ માં મુકેશ દેસાઈને હરાવી વિજય મેળવ્યો હતો ...

ત્યારે હવે આગમી વિધાનસભા પેટા ચૂંટણી માટે વાત કરી એ તો ભાજપ માટે આ સીટ પર ભાજપ માંથી બે પૂર્વ ધારાસભ્યો તરફ થી દાવેદાર ઉભા કરાય તેમ છે તો પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ પણ ભાજપ પાસે ફરી એક વાર ટીકીટ મેળવવાની આશા રાખી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસમાં ઠાકોર સેના અને ક્ષત્રિય સમાજ પણ આ બેઠક માટે ટિકિટ માંગી રહ્યો છે તો કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું ગત વિધાનસભા 2017ની ચૂંટણી થી ખેરાલુ વિધાનસભા લડવા મન બનેલું છે ત્યારે હવે આ વખતે ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી વિકાસના નહીં પણ રાજકીય માહોલમાં લડાઈ તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે

Conclusion:



ભાજપના પ્રબળ દાવેદાર રામિલાબેન દેસાઈ કે જેઓ ખેરાલુના પર્વ ધારાસભ્ય રહેલા છે તો ચીમનાબાઈ સરોવર માટે તેમના ખાસ પ્રયાસો રહ્યા હતા અને તે જ સરોવર માટે તેઓ ધારાસભ્ય પદે થી સસ્પેન્ડ થયા હતા તો પક્ષ પલટો કરનાર રમીલાબેન ભાજપ બાદ કોંગ્રેસ માં ગયા હતા બાદ ફરી એકવાર ભાજપમાં આવ્યા છે ત્યારે તે એક મહિલા તરીકે સ્થાનિકોમાં સક્ષમ હોઈ પક્ષ તેમને ટીકીટ આપી શકે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે તો અલ્પેશ ઠાકોર મામલે તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે ભાજપ પેરાશૂટ ઉમેદવાર નહિ લાવે કરણ કે ખેરાલુમાં ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ પેરાશૂટ ઉમેદવાર લાવે તો તે ઉમેદવાર જીત નથી મેળવતા માટે અલ્પેશ ઠાકોર માટે મહત્વનું નિવેદન આપતા રમીલા બેન દેસાઈ મહત્વનું નિવેદન આપ્યું છે

બાઈટ :

રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.