મહેસાણા નગરપાલિકાએ એએએ કંપની પાસે વેરાના બાકી નીકળતા નાણા વસૂલવા એએએ કંપનીની મિલ્કતની હરાજી કરી નાણાંની વસૂલાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક એન્જસીની નિમણૂક કરવામાં આવી છે. જે તમામ મિલકતોની વેલ્યુએશન કાઢી પાલિકાને રીપોર્ટ આપશે ત્યારબાદ મહેસાણા પાલિકા મ્યુન્સીપાલ એક્ટ મુજબ કાયદાકીય પ્રક્રિયાથી તમામ મીલકતની હરાજી કરશે. જેમાં ઓફીસ બસ સહીત ત્રણ પ્લેનનો પણ સમાવેશ થાય છે.
ચીફ ઓફિસરના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય તેમ નગરપાલિકા દ્વારા પ્લેનની જાહેર હરાજી કરવામાં આવશે અને અંદાજીત 15 દિવસમાં આ કાર્યવાહી આગળ વધારવામાં આવશે.