- અલોડા ગામ નજીક પ્રેમીપંખીડાનો આત્મહત્યાનો પ્રયાસ
- ગામલોકો દ્વારા બન્ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
- યુવક-યુવતી બન્ને પરિણીત હોવાના અહેવાલ
મહેસાણાઃ જિલ્લાના અલોડ ગામ નજીક પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગામ નજીક સ્મશાન ગૃહ પાસે એક યુવક અને યુવતી બેભાન અવસ્થામાં પડ્યા હોવાની જાણ ગામલોકોને થતા સંરપંચે સ્થળ પર પહોંચી 108 દ્વારા બન્નેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઝેરી દવા પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
આ ઘટના અંગે તપાસ કરતા મહેસાણા તાલુકા પોલીસે બન્ને યુવક-યુવતીની ઓળખ મેળવી પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં બન્ને યુવક-યુવતી પરિણીત હોવાનું અને એક બીજાના પ્રેમમાં હોવાનું સામે આવ્યું હતું. યુવતી વડોદરાના ડભોઈની અને યુવક મહેસાણાનો ખાનગી વાહનનો એક ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે, તો બન્ને પરિણીત હોવા છતાં પ્રેમમાં પોતાનો જીવ આપવા ઝેરીદવા પીધી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અલોડા ગામે આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવક યુવતીનો સદનસીબે બચાવ થયો છે. પોલીસે બંનેના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.