મહેસાણા બલોલ થી મહેસાણા જતા હાઇવે પર બાઇક અને છોટાહાથી ટેમ્પો વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બલોલ ગામના બાઇક સવાર બે મિત્રોનું ઘટના સ્થળે મૃત્યુ થતા સાંથલ પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો (Accident Mehsana)ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફેકટરી પાસે પહોંચતા મહેસાણા નજીક (Accident Mehsana)આવેલ બલોલ ગામે થી લોન પર લીધેલા નવા બાઇકનો હપ્તો ભરવા વહેલી સવારે જીજે 02 ડીઆર 6023 બાઇક લઈ મહેસાણા તરફ નીકળેલ શિવાજી અને પવનજી નામના બે આશાસ્પદ યુવાનો મીઠા ગામ નજીક આવેલ સીરામીકની ફેકટરી પાસે પહોંચતા સામે થી બેફામ રીતે આવતા છોટાહાથી ટેમ્પો એ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ટેમ્પો નીચે ઘુસી ગયું હતું અને બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ગંભીર ઈજાઓને પગલે શિવાજી ભીખાજી (Accident Mehsana) ઠાકોર ઉ.વ. 36 અને પવનજી અમરતજી ઠાકોર ઉ.વ. 23 બન્ને યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા તો સાંથલ પોલીસે અકસ્માત સર્જનાર છોટાહાથી ટેમ્પો નમ્બર જીજે 02 એક્સ એક્સ 9181ના ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થી (Accident Mehsana)પરિવારજનોમાં ઘેરો શોકની લાગણી પ્રવર્તી બલોલ ગામના બન્ને ઠાકોર યુવાનો પવનજી અને શિવાજીનું બાઇક અકસ્માતમાં અકાળે મૃત્યુ થતા પરિવારજનો માટે આશાસ્પદ બન્ને યુવાનોના મોત થી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.