ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર્સ એસોસિયેશનના નેજા હેઠળ રાજ્યભરના પશુધન નિરીક્ષકો એવા પશુ ચિકિત્સકો પોતાની પડતર માંગણીઓને લઇ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના 105 જેટલા પશુ ચિકિત્સકોએ આજે બિલાડી બાગ ખાતે એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની પડતર માંગણીઓ મુદ્દે રાજ્ય સરકારને વાંરવાર રજુઆત કરવા છતાં માંગણીઓ સંતોષાઈ નથી.
જિલ્લા સહિત રાજ્યભરના પશુધન નિરીક્ષકો આગામી 27મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં આંદોલન કરી સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોધાવશે. પશુધન નિરીક્ષકોની અનુભવ-અભ્યાસના આધારે પ્રમોશન, ગ્રેડ પે, નિયામક તરીકે આઈએસ ઓફિસરની નિમણૂંક જેવી 27 માંગણી સાથે 27 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ધરણા કરશે.