- બહુચર માતાજીને મુલ્યવાન નવલખો હાર પહેરાવાયો
- માતાજીને નર્સ નવલખા હારની પૂજા મંદિરમાં જ કરાઈ
- આ વર્ષે પણ શાહી સવારી કોરોનાને કારણે નીકળી નહિ
મહેસાણાઃ મહેસાણા(Mehsana) જિલ્લામાં આવેલ શક્તિપીઠ કહેવાતામા બહુચરના મંદિર(Temple of Bahuchar)ની જ્યાં એક વરખડીના વૃક્ષ નીચે માતાજીનું મૂળ સ્થાનક હોવાનું માનવામાં આવે છે અને અહીં અનેક શ્રદ્ધાળુઓ(Believers)પોતાની મનોકામના અને બાધા પુરી કરવા આવે છે. આ મંદિરમાં ચોળક્રિયા(બાબરી)ની વિધિ પણ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાનો સમયમાં માતાજીના મંદિરમાં પૂજારીઓ,(The priest of the temple) મંદિર સ્ટાફ અને યજમાનની હાજરીમાં માતાજીની પલ્લી ભરાઈ હતી. જ્યારે દશેરાશ્રDussehra)એ જવેરા ઉત્થાપન વિધિ કરાઈ હતી જે બાદ પૂજારીઓ દ્વારા ભૂદેવો દ્વારા સાદગીથી ધજાની પૂજા વિધિ કરવામાં આવી હતી.
વર્ષમાં બે વાર માતાજીને બહુમૂલ્યવાન હાર પહેરાવવામાં આવે છે
આ ઉપરાંત સંધ્યા કાળે દર વર્ષની જેમ માતાજીને વડોદરાના રાજવી માતાજી(Rajvi Mataji of Vadodara) રાવ ગાયકવાડ દ્વારા ભેટમાં મળેલ મૂલ્યવાન નવલખા હારને પહેરવાની પૂજાવિધિ કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં આ હાર વર્ષમાં દશેરા અને દિવાળી સમયે એમ બે વાર માતાજીને પહેરાવવામાં આવે છે અને માતાજી કિંમતી હાર ધારણ કરી પાલખીમાં શાહી સવારી(The royal ride in the scaffolding) કરતા નગરચર્યા કરે છે. જેમાં લાખ્ખો ભક્તો જોડાતા હોય છે જોકે હાલમાં કોરોના કાળ ચાલતો હોઈ માતાજીને નવલખ્ખો હાર માત્ર તેમના ગાદી સ્થાને પહેરાવી સુરક્ષા બંદોબસ્ત(Security arrangements)સાથે પરત સુરક્ષા કવચમાં મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ દ્વારકાધીશના ચરણોમાં સોનાનો હાર અર્પણ કરતા કચ્છના એક ભક્ત