મહેસાણા જિલ્લામાં આવેલી ઊંઝા APMCમાં છેલ્લા ઘણાં સમયથી સત્તાધીશોની ટર્મ પુરી થઈ હતી. વહીવટદારના હસ્તે APMCનું સંપુર્ણ સંચાલન થતું હતુ. ત્યારે આજે તાજેતરમાં APMCમાં ચૂંટાયેલા 12 ડિરેક્ટરો અને 15 સભ્યોની ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી થતા નવા સત્તાધીશો શાસનમાં આવ્યા છે.
આ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી વી વી ત્રિવેદીની ઉપસ્થિતિમાં ખેડૂત વિભાગના 8 અને વેપારી વિભાગના 4 ચૂંટાયેલા ડિરેક્ટરો સહિત નગરપાલિકાના એક પ્રતિનિધિ અને જિલ્લા રાજીસ્ટર અને ખેતીવાડી અધિકારી સહિત 15 સભ્યોએ સર્વાનુમતે ચેરમેન તરીકે આશા પટેલ જૂથના દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે શિવમ રાવલને નિયુક્તિ અપાવી છે. ત્યારે આજે વર્ષો બાદ ઊંઝા APMCમાં સત્તા પરિવર્તન થતા સેવા અને સહકારની ભાવના સાથે વિજેતા ઉમેદવારોએ સત્તાનું સુકાન સાંભળ્યું છે. જેના પગલે ઊંઝા ધારાસભ્ય આશા પટેલ અને ભાજપ પ્રદેશ પ્રભારી કે.સી.પટેલ સહિત વેપારીઓ અને ખેડૂતોએ શુભકામનાઓ પાઠવી છે.