- કડીના નાનીકડી વિસ્તારમાં વધુ એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
- વૈભવ બંગલોઝના કમ્પાઉન્ડમાંથી મૃત નવજાત મળ્યું,નવજાત શિશુને શ્વાને કરડી ખાધું..!
- પોલીસે જાણ થતાં જ મૃતદેહનું પીએમ કરાવ્યું,અજાણી મહિલા સામે પોલીસે ગુનો નોંધ્યો
મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકામાં આવેલ નાનીકડી સ્થિત વૈભવ બંગલોઝના કમ્પાઉન્ડમાંથી સોમવારે સાંજે મૃત નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડીના નાનીકડી ગામે કલ્યાણપુરા રોડ સ્થિત વૈભવ બંગલોઝના કમ્પાઉન્ડમાં સોમવારે સાંજે કૂતરાંએ કરડીને ફાડી ખાધેલી હાલતમાં મૃત નવજાત શિશુ પડ્યું હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું.
આ પણ વાંચોઃ મહેસાણા ક્રાઈમબ્રાન્ચે 9 વર્ષથી ફરાર 2 કુખ્યાત લૂંટારુઓને પકડી પાડ્યા
મૃતદેહનું પીએમ કરાવી અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાઇ
મૃત નવજાત બાળક મળી આવવા મામલે પોલીસને જાણ કરતાં દોડી આવેલી પોલીસે મૃત નવજાત શિશુનો મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ મામલે આશિક ગોવિંદભાઇ પટેલની ફરિયાદ આધારે પોલીસે જન્મ છુપાવવાના હેતુથી તાજા જન્મેલા બાળકને તરછોડનાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી હોસ્પિટલ સહિતની જગ્યાઓએ તપાસના ચક્રો ગતિમાન કરાયા હતાં.
આ પણ વાંચોઃ અમદાવાદના બે યુવકોએ ઈન્દોરના એક વેપારીને છેતર્યો