ETV Bharat / state

માણસાના વિહાર ગામેં પ્રાચીન મૂર્તિઓ મળી આવી - મૂર્તી

મહેસાણામાં માણસાના વિહારગામમાં પુરાતત્વ વિભાગને પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. 80 વર્ષ પહેલાં પણ એક ખેતરમાંથી પૌરાણિક મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

માણસાના વિહાર ગામેં પ્રાચીન મૂર્તિઓ મળી આવી

author img

By

Published : Feb 11, 2021, 2:17 PM IST

  • વિહાર ગામે ઇતિહાસને ઉજાગર કરવા પુરાતત્વનું સંશોધન
  • માણસાના વિહાર ગામેં મળી આવી પ્રાચીન મૂર્તિઓ
  • અલભ્ય મૂર્તિ, શંખ, શાલિગ્રામજી અને માટીનું પાત્ર મળી આવ્યું

મહેસાણા: મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની સરહદે મૂળ ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા તાલુકામાં વિહાર ગામે વિહરિયા હનુમાન મંદિર પાસે કેન્દ્રીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે તે પહેલાં કરાયેલા એક સર્વેમાં તંત્રના હાથે સોલંકી કાળની હનુમાનજી મંદિરમાં પૂજાતી હનુમાન દાદાની મૂર્તિ અને સ્વામિનારાયણ મંદિરમાં આવેલી વરાહ ભગવાનની મૂર્તિ ભારતભરમાં એક માત્ર હોવાની અને તે દુર્લભ મૂર્તિ પણ સોલંકી કાળની હોવાની માહિતી સામે આવી છે.

પુરાતત્વનું સંશોધન
પુરાતત્વનું સંશોધન

80 વર્ષ પહેલાં પણ એક ખેતરમાંથી મળી આવી હતી પૌરાણિક મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ

વિહાર ગામ એક બૌદ્ધ વિહારની જેમ હોવાનો એક અણસાર છે. જો કે ભૂતકાળમાં અહીં 80 વર્ષ પહેલા દુર્લભ એવી વરાહ ભગવાનની અતિપ્રાચીન સોલંકી કાળની મૂર્તિ, શંખ, શાલિગ્રામજી અને માટીના પાત્ર જેવી પૌરાણિક ચીજ-વસ્તુઓ મળી આવી હતી. જેમાં વરાહ ભગવાનની મૂર્તિ અતિ દુર્લભ હોવાનું મનાય છે અને તે મૂર્તિના મુખના ભાગે વિષ્ણુ ભગવાનની નાની મૂર્તિ, આગળના ભાગે દેવી-દેવતાની બે મોટી મૂર્તિ, મૂર્તિના પૂંછના ભાગે કોતરણી યુક્ત પાત્ર, અને મૂર્તિની પીઠ પર વાસુકી નાગ સાથે સમુદ્ર મંથનનો પ્રસંગ દર્શાવતા દેવ-દાનવોની પ્રતિમાઓ અને ચારે પગ પર ભગવાનની પ્રતિમાઓ કોતરેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.