મહેસાણા: કોરોના વાઇરસના ખતરા સામે લડવા મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં QRT ટીમને ઓલઅવર શૂટ થી સજ્જ કરી દેવામાં આવી છે.
કોરોના વાઇરસનો સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે ભારત 21 દિવસના લોકડાઉનની સ્થિતિ માં મુકાયું છે જોકે કોરોના ગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલ કે તંત્રના ઓબ્ઝર્વેશન માંથી ભાગી જવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે જેમાં આરોગ્ય વિભાગને પોલીસની મદદની જરૂર પડે છે
જોકે આ કાર્ય માટે પોલીસને પણ કોરોના વાયરસનો ચેપ લાગવનો ભય રહે છે.ત્યારે આવા સંજોગોમાં મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકો પર આરોગ્ય વિભાગને મદદરૂપ થવા ખાસ QRT ટિમ તૈયાર કરવામાં આવી છે જે ટીમને જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ તૈયાર કરેલ ઓલઅવર શૂટ આપવામાં આવ્યા છે
જેમાં હેન્ડ ગ્લોઝ , માસ્ક અને એપ્રોનનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ કરી પોલીસની આ QRT ટિમ કોઈ પણ કોરોના બીમારી ગ્રસ્ત દર્દી કે તંત્રના ઓબીઝર્વેશમાં રહેલ વ્યક્તિ નિયમોનો ભંગ કરી ભાગી છૂટે કે ભાગવાનો પ્રયાસ કરે ત્યારે આરોગ્ય વિભાગને આ વ્યક્તિઓને પકડી આપવામાં મદદરૂપ થઇ શકે તે માટે આ QRT ટીમને સુરક્ષા સાથે સજ્જ કરવામાં આવી છે