વર્ષે 2004માં 294 કરોડના ખર્ચે 105 કીમી લાંબી પાઇપો નાંખવામાં આવી હતી. જે પાઇપ લાઇનથી પ્રતિ કલાકે 1.76 કરોડ લીટર પાણી ડેમમાં ઠાલવી શકવાની ક્ષમતા રહી છે. ત્યારે, હાલમાં આ ડેમમાં પ્રતિ કલાકે 56.70 લાખ લીટર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, આજે 14 વર્ષ પહેલાં 294 કરોડના ખર્ચે નાંખવામાં આવેલી નર્મદાના નીર લાવવા માટેની પાઇપ લાઇન ધરોઈ ડેમને જીવંત રાખવામાં ઉપયોગી બની છે. આ ડેમથી 9 શહેરો અને 538 ગામડાઓને પીવાના પાણી અને મહેસાણા, સાબરકાંઠા જિલ્લાની 177 ગામની 82.699 હેકર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળતો રહેશે.
હાલમાં ધરોઈ ડેમમાં પાણીનો કુલ જથ્થો 22 ટકા જેટલો રહ્યો છે. આ ડેમમાં પહેલી ઓગસ્ટથી ચોમાસાની સીઝનમાં વધતા ઓછા પ્રમાણમાં પાણીની આવક થતા ડેમની જળ સપાટી 581 ફૂટથી 9 ફૂટ સુધી વધીને હાલમાં 592 ફૂટ પર પહોંચી છે. નર્મદાના નીર પાઇપ લાઇનથી પ્રતિ કલાક 55 ક્યુસેક ધરોઈ ડેમમાં લાવવામાં આવી રહ્યું છે. નર્મદાના આ પાણીથી માત્ર પીવાના પાણીની ગરજ સારી શકાય તેમ છે. પરંતુ, હાલમાં આપવામાં આવતું પાણી વિશાલ ધરોઈ ડેમને ભરવા પૂરતું ન હોઈ આ વિસ્તારમાં વરસાદ સારો થાય અને ડેમ 622 ફૂટ જેટલો ભરાઇતો આગામી દિવસોમાં ધરોઈ આધારિત 98 હજાર હેકટર કામન્ડ એરિયામાં સિંચાઈના પાણી વિતરણ પણ થઈ શકે તેમ છે. સ્થાનિકો ડેમમાં વધુ નર્મદાના નીર પહોંચાડવા માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે.