મહેસાણાઃ મહેસાણા અમદાવાદ હાઇવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમ્ખ્વાર અક્સમાત સર્જાયો હતો. હાઇવે પર ધનાલી પાટિયા નજીક પૂરઝડપે જતી એક ટ્રક હાઈવેની સાઈડ પર ઉભેલા ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થયો હતો. જેમાં ડ્રાઇવર અને ક્લીનર બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે નંદાસણ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- અમદાવાદ મહેસાણા હાઈવે પર ગમ્ખ્વાર અક્સમાત સર્જાયો
- ડ્રાઇવર અને ક્લીનર બંનેના ઘટના સ્થળે જ મોત
- ડ્રાઇવર અને ક્લીનર ગુરસિતસિંહ જાટ બને પંજાબના રહેવાસી
- ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
મૃત્યુ પામનાર બન્ને વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર ડ્રાઈવર જોગાસિંહ જાટ અને ક્લીનર ગુરસિતસિંહ જાટ બને પંજાબના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.