આપના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા પાર્ટીના કાર્યકર્તાઓને આઘાત લાગ્યો હતો. જો કે, આ ઘટનાના બે દિવસ બાદ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમા ચૌધરીએ કાર્યકર્તાઓ અને પક્ષને સાથે રાખી ઉમેદવારી પત્ર પરત ખેંચનાર રાજેશ પટેલ સામે ગદ્દારી અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપો કરતા મહેસાણા A ડિવિઝન પોલીસ મથકે અરજી આપી ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના માત્ર રાજેશ પટેલ જ નહીં પરંતુ ભૂતકાળની અન્ય ચૂંટણીઓમાં પણ પાર્ટીના ઉમેદવાર ચૂંટણીની તારીખ નજીક આવતા ફરી ગયા હોવાની ઘટના બનેલી છે. ત્યારે હવે રાજેશ પટેલ પણ બેચરાજી ખાતેના ભાજપ કાર્યક્રમમાં કેસરિયા કરે તેવી ખબરો પર ગણતરીના સમયમાં જ મહોર લાગી શકે છે.