- મહેસાણાના દેવપુરા ગામમાં કારચાલકે મહિલાને મારી ટક્કર, મહિલાનું મોત
- પૂરઝડપે આવતી કારે મહિલાને ટક્કર મારતા મહિલા ઊછળીને ડિવાઈડર પર પડી
- મૃતક મહિલાના જમાઈએ અજાણ્યા કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી
મહેસાણાઃ વિજાપુરના દેવપુરા ગામમાં એક હાઈ-વે પર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં પૂરઝડપે આવતી કારે મહિલાને ટક્કર મારી હતી. એટલે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જોકે, કારચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતક મહિલાના જમાઈએ મહિલાને ટક્કર મારનારા અજાણ્યા કારચાલક સામે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે, જેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ આરંભી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.