- જગુદણ સિમમાંથી બાયો ડીઝલ ભરેલું ટેન્કર ઝડપાયું
- 5.20 લાખના બાયો ડીઝલ સહિત ટેન્કર જપ્ત કરાયું
- ગેરકાયદેસર બાયોડિઝલ મામલે ટેન્કર ચાલકની ધરપકડ કરાઈ
મહેસાણા: તાજેતરમાં બાયો ડીઝલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાં વધુ એક વાર L&T કંપનીના કોટ્રાક્ટના વાહનોમાં ભરવા બાયો ડીઝલ લાવી ગેરકાયદેસર વેચાણ કરતા પોલીસે એક ટેન્કર ઝડપી પાડ્યું છે. જેના ડ્રાઇવરની અટકાયત કરી કુલ 8000 લીટર બાયો ડીઝલ અને ટેન્કર ઝડપી લઈ કબજે કરાયુ છે.
આ પણ વાંચો:ગુંદરી ચેકપોસ્ટ બોર્ડર પરથી ગેરકાયદેસર ફેલ્સપાર ભરેલું ડમ્પર ઝડપાયું
L&T કંપનીના વાહનો માટે બાયો ડીઝલ વેચાણ આપવામાં આવતું
એક તરફ નામાંકિત કંપનીઓ અઢળક કમાણી કરવામાં વ્યસ્ત હોય છે, ત્યાં સસ્તું મળતું બાયો ડીઝલ વાહનોમાં ભરાવી કામગીરી કરતા L&T કંપનીમાં આ પ્રકારની કોઈ તકેદારી નથી રખાઈ કે, ત્યાં ગેરકાયદેસર બાયો ડીઝલ ખરીદવું પડ્યું. મહેસાણા SOGની ટીમે બાતમી મળતા જગુદણ ગામે જઈ એક ખેતરમાં દરોડા પાડી 8,000 લીટર બાયો ડીઝલ ભરેલું ટેન્કર અને તેના ચાલકને ઝડપી લીધા હતાં.
આ પણ વાંચો:કડીમાં કાચા તેલની ચોરીનું કૌભાંડ ઝડપાયું, 60.51 લાખનાં મુદ્દામાલ સાથે 3ની ધરપકડ
9.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મહેસાણા SOGની ટીમે બાતમી આધારે ઘટના સ્થળે પહોંચી રેડ કરતા ઘટના સ્થળે થી 5.20 લાખની કિંમતનું 8000 લીટર બાયો ડીઝલ મળી આવ્યું છે તો 4.50 લાખના ટેન્કર સહિત કુલ 9.70 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છેConclusion:મહેસાણા