ETV Bharat / state

મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ”મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત બેઠક યોજાઇ - શિક્ષણ પ્રધાન

મહેસાણા જિલ્લો “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનું નેતૃત્વ લે તેવો અનુરોધ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉચ્ચ અધિકારીઓને કર્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમણ પડકારરૂપ મહામારીને પરાસ્ત કરીએ.

મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ”મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત બેઠક યોજાઇ

author img

By

Published : May 9, 2021, 9:21 PM IST

  • મહેસાણા જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
  • બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
  • “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન થકી ગ્રામજનોના પ્રબળ જનવિશ્વાસ થકી ગામનો કોરોના મુક્ત બનાવીએ
    બેઠક
    બેઠક

મહેસાણાઃ જિલ્લો “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનું નેતૃત્વ લે તેવો અનુરોધ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉચ્ચ અધિકારીઓને કર્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમણ પડકારરૂપ મહામારીને પરાસ્ત કરીએ.

આ પણ વાંચોઃ ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહપ્રધાને બેઠક યોજી

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિગમ અન્વયે બેઠક યોજાઇ

બેઠક
બેઠક

મહેસાણા જિલ્લા સરકીટ હાઉસ ખાતે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અન્વયે યોજાયેલી બેઠકમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શરૂ કરેલા આ અભિયાન થકી ગામડાઓને કોરોના મુક્ત બનાવાવ આપણે પહેલ કરવાની છે. તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાએ આ અભિયાનની આગેવાની લીધી છે. મહેસાણા જિલ્લામાં 611 ગામડાઓમાં 613 જેટલા કોવિડ સેન્ટરોમાં 2,990 બેડ ઉભા કરવામાં આવ્યા છે.

બેઠક
બેઠક

જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં 153 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં પ્લસ ઓક્સોમીટર, થર્મલ ગન, માસ્ક અને સેનિટાઇઝર, મેડીસીનમાં એજીથ્રોમાઇસીન 59,000,ફેમોટીડીન 2,50,000,વીટામીન સી 1,42,000, ઝીન્ક 3,67,500, લીવોસેટ્રીજીન 4,35,000 અને પેરાસીટામોલ 4,7,000નો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દરેક કોવિડ કેર સેન્ટરને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર સાથે રેફરલ હોસ્પિટલ સાથે લીન્કેજ કરવામાં આવેલું છે. આ સાથે જ દરેક સેન્ટર ખાતે મેડિકલ સ્ટાફ દ્વારા ઓછામાં ઓછું એક વખત મેડિકલ ચેકઅપ અને જરૂર જણાય તો 108ની રેફરલ સેવા પણ આપવામાં આવે છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું કે, દરેક સીસીસી સેન્ટર પર દવાની 10 કીટ અને આશાદીઠ 05 કીટ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં 59 ડેડીકેટેડ ધનવંતરી રથ દ્વારા ખાસ સુવિધા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ બારડોલીમાં ઉચ્ચ અધિકારીઓને બહાર બેસાડી આરોગ્ય પ્રધાને પક્ષના નેતાઓ સાથે મિટિંગ યોજી

રસીકરણ વિશે ભૂપેન્દ્રસિંહે જિલ્લામાં ડોઝ વાઇઝ રસીકરણ સહિતની માહિતી પૂરી પાડી

શિક્ષણ પ્રધાન ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 73 જેટલી સરકારી, એમ.ઓયુ અને ખાનગી હોસ્પિટલો દ્વારા કોવિડની સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં 411 આઇ.સી.યુ, 1,523 નોન આઇ.સી.યુ, મળી 1,934 પથારીઓ ઉપલબ્ધ છે. શિક્ષણ પ્રધાન રસીકરણ બાબતે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર, 18થી 44 વર્ષ, 45થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ લોકોનું રસીકરણ કરાવી પ્રથમ અને બીજો ડોઝ મળી 4,89,570 રસીકરણ થયું છે.

જિલ્લામાં રિકવરી રેટ વધી રહ્યો છે

મહેસાણા જિલ્લામાં 3,77,947 એન્ટીજન અને રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓમાંથી 13,282 દર્દીઓને આરોગ્યની સુખાકારી સુવિધાને પગલે સ્વસ્થ થયા છે. મહેસાણા જિલ્લો રિકવરી રેટને વધારવા માટે મક્કમ બન્યો છે.

જિલ્લામાં આરોગ્ય સેવા આપતા સ્ટાફની માહિતી આપવામાં આવી

મહેસાણા જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કૉલેજ વડનગર, જનરલ હોસ્પિટલ મહેસાણા, 03 સબડિસ્ટ્રીક હોસ્પિટલ, 13 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 57 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 06 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 295 સબ સેન્ટરો સહિત 62 ખાનગી હોસ્પિટલો સહિત મેડિકલ કૉલેજ વિસનગર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં 112 મેડિકલ ઓફિસરો, 50 આયુષ, 1,028 પેરા મેડિકલ સહિત 94 અર્બન આશા અને 1,711 ગ્રામ્ય આશાબેનો કાર્યરત છે.

બેઠકમાં અધોકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં સંસદ સભ્ય શારદા પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા, જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.