- ખાનગી કોવિડ હોસ્પિટલ ફૂલ અને સરકારી હોસ્પિટલો ખાલી ખમ
- સ્થાનિક આરોગ્ય તંત્રની નિષ્કાળજી જોવા મળી
- રિયલ અને સરકારી ચોપડે કોરોના કેસના આંકડાઓમાં વિસંગતા
મહેસાણા: કડી શહેરમાં આવેલી ભાગોદય સહિત વિવિધ હોસ્પિટલોમાં સરકારે મંજૂરી આપતા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જો કે, હાલમાં કડીમાં આ વાઇરસ ફરી એકવાર વાયુવેગે ફેલાતા ઠેર ઠેર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરના તમામ કોવિડ સેન્ટરોમાં કોવિડ કેર માટેના બેડ ભરાઈ ચૂક્યા છે અને કોરોનાની સારવાર આપતી આ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે વધુ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આવતા તેમને અમદાવાદ કે ગાંધીનગર રીફર કરવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો:પાલિકાના મેડિકલ બૂલેટિનના આંકડા મુજબ કોરોનાના નવા 324 કેસ નોંધાયા
તંત્ર લાપરવાહ જોવા મળ્યું
મહત્વનું છે કે, કડીમાં આરોગ્ય અધિકારીઓ નિંદ્રાધીન અને બેજવાબદાર જોવા મળી રહ્યા છે. સમાજના દર્પણ સમાન પત્રકારીત્વ કરતા પ્રતિનિધિઓ દ્વરા સંપર્ક કરવા છતાં તેઓ પ્રજાની આંખોમાં પણ ધૂળ નાખી રહ્યા છે. ત્યારે કડીમાં વકરેલો કોરોના ક્યારે અંકુશમાં આવશે અને જવાબદાર તંત્રના અધિકારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાશે કે કેમ જોવું રહ્યું.
આ પણ વાંચો:કોરોના અપડેટ: દેશમાં સતત બીજા દિવસે 62 હજાર નવા કેસ, 312 દર્દીઓનાં મોત