- પોલીસે વાહન ચેકિંંગ દરમિયાન ઇકો કાર રોકી
- હિન્દીભાષી શખ્સોને તપાસતા માહિતી સામે આવી
- 5 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ
- IBના બનાવતી લેટર સાથે 5 શખ્સો ખેરાલુથી ઝડપાયા
મહેસાણા: જિલ્લાના ખેરાલુ તાલુકામાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે તાજેતરમાં ખેરાલુ જનરલ હોસ્પિટલ નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ઇક્કો કાર રોકી તેમાં બેઠેલા પેસેન્જરોની તપાસ કરી હતી.જેેેમાં ડ્રાઈવરે ઈન્ટેલિજન્ટટ બ્યુરોનો લેટર બતાવ્યો હતો. જેથી પોલીસને આ શખ્સ વિરુદ્ધ શંકા ગઈ હતી અને પોલીસે ગાંધીનગર IB વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તે પ્રકારે કોઈ લેટર નીકાળવામાં આવ્યો નથી. જેથી પોલીસે બનાવતી લેટર લઈ ગેરકાનૂની રીતે ફરતા તમામ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જમ્મુ-કાશ્મીરના શખ્સો નકલીી લેટરમાં ઝડપાયા
ખેરાલુમાંથી ઈન્ટલીજન્ટ બ્યુરોનો બનાવટી લેટર લઈ ફરતા શખ્સોમાં કાર ચાલક કેતન પ્રજાપતિ મૂળ સાબરકાંઠા અને બાકીના સુનિલદત્ત શર્મા, રાજેન્દ્ર રાજગોર, વિપન શર્મા અને કુલદીપ શર્મા મૂળ જમ્મુ્-કાશ્મીરના હોવાની માહિતીી મળી છે. જેથી પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.