ETV Bharat / state

મહેસાણામાં એક જ દિવસમાં 48 કોરોના પોઝિટિવ કેસ, 5 દર્દીના મોત - આરોગ્ય અધિકારી

મહેસાણામાં પણ હવે ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. મહેસાણામાં એક જ દિવસમાં 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે.સોની પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહેસાણામાં એક જ દિવસમાં 48 કોરોના પોઝિટિવ કેસ, 5 દર્દીના મોત

author img

By

Published : Dec 5, 2020, 4:22 PM IST

  • મહેસાણામાં કોરોનાથી 5 દર્દીઓના મોત
  • ગત રોજ એક જ દિવસમાં નવા 48 કેસ નોંધાયા
  • કોરોનાની ઝપેટમાં જિલ્લા આરોગ્ય અધિકારી
  • આરોગ્ય અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ

મહેસાણાઃ મહેસાણાના 2, ઉનાવા, ફલૂ અને કલોલના વૃદ્ધ કોરોના સામે જંગ હાર્યા છે, જ્યારે નવા દર્દીમાં મહેસાણામાં 26, વિજાપુર-7, કડી-5, ઊંઝા-4, બહુચરાજી-2, વિસનગર-સતલાસણા-જોટાણા-ખેરાલુમાં 1-1 મહેસાણામાં કોરોનાની સારવાર લઈ રહેલા 5 દર્દીઓના શુક્રવારે સારવાર દરમિયાન મોત થયાં છે. જેમાં મહેસાણાના પ્રવિણ પટેલ (78), કાન્તિ મકવાણા (69), ઉનાવાના રણછોડ પટેલ (78), વિજાપુરના ફલુ ગામના નરેન્દ્ર પટેલ (64), કલોલના નવિનચંદ્ર બારોટ (74)નો સમાવેશ થાય છે, જ્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે.સોનીનો શુક્રવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબિયત બગડતાં સાંઈ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

મહેસાણામાં એક જ દિવસમાં 48 કોરોના પોઝિટિવ કેસ, 5 દર્દીના મોત
મહેસાણામાં એક જ દિવસમાં 48 કોરોના પોઝિટિવ કેસ, 5 દર્દીના મોત

મહેસાણા જિલ્લામાં નવા 48 કેસ

જિલ્લામાં નવા 48 કેસ આવ્યા છે, તેમાં મહેસાણામાં સૌથી વધુ 26, વિજાપુર-7, કડી-5, ઊંઝા-4, બહુચરાજી-2, વિસનગર-સતલાસણા-જોટાણા અને ખેરાલુમાં 1-1 કેસ આવતાં તમામ દર્દીઓને હોસ્પિટલ તેમ જ હોમ આઈસોલેટ કરાયા છે. આ ઉપરાંત 656 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા અને 37 દર્દીઓને સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે. હજુ 539 દર્દી સારવાર હેઠળ છે. મહેસાણાના રાધનપુર રોડ અનેે પાંચોટ ઓજીમાં 4-4 કેસ આવ્યા હતા. વિજાપુરના ફલુ ગામના નિવૃત શિક્ષક નરેન્દ્ર બાબુભાઈ પટેલને સપ્તાહ પૂર્વે ખાંસી અને તાવની ફરિયાદ સાથે શ્વાસ લેવામાં ઊભી થયેલી તકલીફ વચ્ચે મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન જ શુક્રવારે તેમનું મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.