ETV Bharat / state

મહેસાણાના મહેમદપુરમાં વીજળીના થાંભલે ચઢેલા 3 વીજકર્મીઓને લાગ્યો કરંટ, 1નું મોત

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા મહેમદપુર ગામમાં વીજ તંત્રે મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ કામગીરી દરમિયાન વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે વીજ લાઈન પર કામ ચાલુ હતું. તેનો વીજ પ્રવાહ તો બંધ કરાયો, પરંતુ બેદરકારીથી ક્રોસ વીજલાઈન ચાલુ રહી ગઈ હતી. આથી વીજ લાઈનનું સમારકામ કરતા ત્રણ વીજકર્મીઓને જોરદાર કરંટ લાગ્યો હતો, જેમાંથી એક કર્મચારીનું તો મોત નીપજ્યું હતું.

મહેસાણાના મહેમદપુરમાં વીજળીના થાંભલે ચઢેલા 3 વીજકર્મીઓને લાગ્યો કરંટ, 1નું મોત
મહેસાણાના મહેમદપુરમાં વીજળીના થાંભલે ચઢેલા 3 વીજકર્મીઓને લાગ્યો કરંટ, 1નું મોત
author img

By

Published : Jan 21, 2021, 10:20 AM IST

  • મહેસાણામાં વીજળીના થાંભલા પર ચઢેલા ત્રણ વીજકર્મીને કરંટ લાગ્યો, 1નું મોત
  • જોટાણાના મહેમદપૂરમાં વીજ તંત્ર મેઈન્ટેનન્સ ચાલતું હતું ત્યારે વીજ લાઈન ચાલુ રહી ગઈ
  • કરંટ લાગતા ત્રણેય વીજ કર્મીઓ 10 ફૂટ નીચે પટકાયા હતા, બે સારવાર હેઠળ

મહેસાણાઃ જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા મહેમદપૂર ગામમાં વીજ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં જે લાઈન પર કામ ચાલુ હતું. તે લાઈનનો વીજ પ્રવાહ બંધ કરાયો, પરંતુ લાઈનમેનની બેદરકારીથી ક્રોસ વીજ લાઈન ચાલુ રહી ગઈ હતી. આથી વીજ લાઈનમાં સમારકામ કરી રહેલા વિજ કર્મચારીઓ પૈકીના 3 અધિકારીઓ ક્રોસ લાઈનના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો હતો, જેમાં ત્રણે જણા અંદાજે 10 ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયા હતા ત્યારે હાજર લાઈનમેન સહિતના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે નીચે પટકાયેલા 3 શ્રમિકો પૈકી એક લિંચ ગામના રહેવાસી 30 વર્ષીય લાલાજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે સુરેશજી ઠાકોર અને મથુરજી ઠાકોરને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ

જોટાણા તાલુકાના મેમેદપુર ગામે વીજલાઈન મેન્ટેનન્સ સમયે બનેલી દુર્ઘટના મામલે સાંથલ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે. ત્યારે હવે વીજ લાઈનમેનની બેદરકારી સીધી જ સ્પષ્ટ થતા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.